કોરોના અપડેટ : ઇન્ડિયા : અત્યાર સુધી 294 કેસ: આજે જ 42 નવા કેસ નોંધાયા, તેમાંથી 13 મહારાષ્ટ્રના; જબલપુર 2 દિવસ માટે લોકડાઉન કરાયા

0
25

નવી દિલ્હી: કોરોના વાઈરસનું ઈન્ફેક્શન હવે દેશમાં ગંભીર થઈ રહ્યું છે. શુક્રવારે દેશમાં સૌથી વધારે 50 કેસ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી દેશમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 294એ પહોંચી ગયો છે. દેશમાં આજે જ 42 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 13 નવા કેસ મહારાષ્ટ્રના છે. જબલપુરને પણ બે દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

આ દરમિયાન કર્ણાટકના ઉપમુખ્યમંત્રી સીએન અશ્વથ નારાયણે કહ્યું છે કે, રાજ્યમાં આઈટી કંપનીઓ તેમની ઓફિસ બંધ કરવા માટે તૈયાર છે. તેમણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી દીધી છે.

આઈસીએમઆરની નવી ગાઈડલાઈન

આઈસીએમઆરના નવા દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઈન્ફેક્ટેડ અને વધારે જોખમ વાળા લોકોના સીધા સંપર્કમાં રહે છે. તેમના સંપર્કમાં આવવાના 5થી 14 દિવસની અંદર પરિક્ષણ કરાવવું જોઈએ.

અપડેટ્સ

  • એર ઈન્ડિયાની 787 ડ્રીમલાઈનર વિમાન ઈટાલીથી રોમમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે રોમ જશે. આ વિમાન કાલે સવારે દિલ્હી પરત ફરશે.
  • 22 માર્ચે જનતા કર્ફ્યુના સમર્થનમાં ગો એરે તેમની દરેક ફ્લાઈટ કેન્સલ કરી છે. ઈન્ડિગોએ તેમની ઉડાન ઘટાડવાની જાહેરાત કરી છે.
  • પશ્ચિમ રેલવેએ આડે છ ટ્રેન (14309, 14310, 22413, 22414, 29019 અને 29020) રદ કરી છે.
  • એમ્સમાં આજથી અહીં માત્ર ઈમરજન્સી સર્જરી જ કરવામાં આવશે.
  • 18 માર્ચે સંસદની સ્થાઈ સમિતિની બેઠકમાં સાંસદ દુષ્યંત સિંહ પાસે જીવલેણ સિવિલ એવિયેશન મિનિસ્ટ્રીના અધિકારી સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે.

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ: રાજ્યમાં શુક્રવારે પહેલીવાર કોરોના ઈન્ફેક્શનનો કેસ સામે આવ્યો છે. જ્યાં જબલપુરમાં ચાર દર્દી મળ્યા છે. તેમાંથી એક જર્મની અને એક દુબઈથી પરત આવ્યો છે.

રાજસ્થાન: રાજ્યમાં શુક્રવારે આઠ કેસ મળ્યા છે. તેમાં ભીલવાડાના છ અને જયપુરના બે દર્દી છે. ભીલવાડામાં ઈન્ફેક્ટેડ છ લોકોમાં 3 ડોક્ટર અને 3 કમ્પાઉન્ડર છે.

પંજાબ: મોહાલીમાં બ્રિટનથી પરત ફરેલા એક વ્યક્તિને ઈન્ફેક્શન છે. હવે રાજ્યમાં કુલ 4 કેસ પોઝિટિવ થયા.

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ચાર શહેરો- મુંબઈ, નાગપુર, પુણે અને પિંપરી ચિંચવડને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. ગોવા અને મહારાષ્ટ્ર વચ્ચે યાત્રીઓનું આવાગમન બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાઈરસનો ફેલાવો બંધ કરવાના હેતુથી સરકારી ઓફિસોમાં એસી ઓછું ચલાવવા અથવા બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.

ઉત્તરાખંડ: દેહરાદૂનના મેજિસ્ટ્રેટ આશીષ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, રાજપુરની ફોર પોઈન્ટ હોટલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. અહીં રોકાયેલી એક મહિલાને ઈન્ફેક્શન હતું.

ઉત્તર પ્રદેશ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 15 લાખ મજૂરો અને બાંધકામમાં જોડાયેલા 20 લાખ 37 હડાર મજૂરોને 1-1 હજારની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી તેઓ તેમની જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે. ગોરખપુરનું ગોરખનાથ મંદિર 31 માર્ચ સુધી અને વારાસણીનું સંકટમોચન હનુમાન મંદિર 25 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશ:  મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કાંડા જિલ્લામાં બે લોકોને કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે. નેપાળ અને ઈઝરાયલમાં 35 પર્યટકોને મંડી જિલ્લાથી પરત મોકલ્યા છે. તેઓ મનાલી જઈ રહ્યા હતા. સુરેન્દ્રનગરના એસડીએમએ જણાવ્યું કે, શુક્રવારે આઠ પર્યટકોને શિમલાથી પરત મોકલવામાં આવ્યા હતા.

કેરળ:  રાજ્યમાં શુક્રવારે ઈન્ફેક્શનના સૌથી વધારે 17 કેસ સામે આવ્યા છે. તેમાં કોચ્ચિમાં પાંચ બ્રિટિશ નાગરિક અને એર્નાકુલમમાં પાંચ, કાસરગોડમાં છ અને પલક્કડમાં એક ભારતીય નાગરિકને ઈન્ફેક્શન છે. કાસરગોડમાં 21 માર્ચથી દરેક સરકારી અને ખાનગી કાર્યાલયોમાં એક સપ્તાહ સુધી રજા આપી દેવામાં આવી છે. શહેરમાં ગ્રોસરી અને મેડિકલ સ્ટોર સિવાયની બાકીની દુકાનો 11-5 બંધ રહેશે. કોચ્ચિ મેટ્રો 22 માર્ચથી બંધ કરવામાં આવી રહી છે. કેરળ હાઈકોર્ટે દારૂનું ઓનલાઈન વેચાણ વિશેની અરજી શુક્રવારે ફગાવી દીધી છે. અરજી કરનારનું કહેવું છે કે, ભીડ ઓછી કરવા આ પગલાં લેવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં સ્કોડલેન્ડથી આવેલી મહિલાને ઈન્ફેક્શન થયું છે. રાજ્યમાં કોરોના વાઈરસનો આ ત્રીજો કેસ છે.

રાષ્ટ્રપતિનો પણ ટેસ્ટ થશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો પણ આજે ટેસ્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે, તેમણે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ભવનમાં બ્રેકફાસ્ટનું આયોજન રાખ્યું હતું. તેમાં કોરોના શંકાસ્પદ સાંસદ દુષ્યંત સિંહ પણ સામેલ થયા હતા. આ પહેલાં દુષ્યંત સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થયા હતા. જે પોઝિટિવ છે. રાષ્ટ્રપતિએ તેમના દરેક નિયમિત કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.

સોનુ નિગમ દુબઈથી હમણાં પરત નહીં આવે

ગાયક સોનુ નિગમ પરિવાર સાથે દુબઈમાં છે. આ સંજોગોમાં હાલ તેમણે અહીં જ રોકાવાનો નિર્ણય કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સોનુ અને તેના પરિવારે પોતાને આઈસોલેટ કરી દીધા છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેઓ પરત નહીં આવી. તેમણે કહ્યું છે કે, ઓથોરિટીને વધારે મુશ્કેલીમાં નથી મુકવા માંગતા. સોનુએ એવું પણ કહ્યું છે કે, તેઓ રવિવારે જનતા કર્ફ્યૂ દરમિયાન ઓનલાઈન કોન્સર્ટ કરશે. સોનુ નિગમનો દિકરો નિવાન દુબઈમાં ભણે છે. ત્યાં અત્યારે દરેક સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

જબલપુરમાં 4 પોઝિટિવ કેસ

શુક્રવારે ઈન્ફેક્શનના સૌથી વધારે 50 કેસ નોંધાયા છે. તેમાં 12 ઈન્ફેક્ટેડ કેસ કેરળમાં નોંધાયા છે. મધ્યપ્રદેશમાં પણ કોરોના વાઈરસનો પ્રવેશ થઈ ગયો છે. અહીં જબલપુરમાં ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી 3 દુબઈના અને એક જર્મનથી પરત ફર્યા છે.

ખુર્શીદે કહ્યું- હાલ NPR અને CAA પર પ્રતિબંધ લગાવાય

કોંગ્રેસના સીનિયર નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, સરકાર કોરોના વાઈરસના સંકટને જોતા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) અને નાગરિકતા સંશોધન એક્ટ (CAA) ત્રણ મહિના સુધી ટાળી દેવું જોઈએ.

મોદીએ કોરોના વાઈરસ ફંડમાં મદદ માટે નેપાળ અને ભૂટાનના વખાણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ માટે બનાવવામાં આવેલા સાર્ક દેશોના ફંડમાં 10 કરોડ નેપાળી રૂપિયાની મદદ આપવા માટે ત્યાંના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વખાણ કર્યા હતા. ભૂટાનના વડાપ્રધાન ડૉ. લોતે શેરિંગે પણ આ ફંડમાં એક લાખ ડોલરની મદદ કરી છે. મોદીએ તેમના આ પ્રયાસના વખાણ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here