કોરોના અપડેટ ઇન્ડિયા : અત્યાર સુધી 3136 કેસ, 98 મોત : દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના 108 સભ્ય ક્વૉરિન્ટીન, આ તમામ 2 સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા

0
17

નવી દિલ્હી. દેશમાં કોરોના વાઈરસના શનિવારે 19 નવા કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 17 જ્યારે ગોવા અને આસામમાં 1-1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 3126 થઈ ગઈ છે. આ પહેલા શુક્રવારે એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે 563 કેસ સામે આવ્યા હતા. આ પહેલા ગુરુવારે 486 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  અત્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3136 થઈ ગઈ છે. 229 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 98ના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2547 છે. જેમાંથી 2322ની સારવાર ચાલી રહી છે. 162 સ્વસ્થ થઈ ચુક્યા છે અને 62ના મોત થયા છે.

શનિવારે ત્રણ લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં 36 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં મોતનો આંકડો 9એ પહોંચી ગયો છે. રાજસ્થાનના બીકાનેરમાં આજે સવારે 60 વર્ષની વુદ્ધ મહિલાનું કોરોનાના કારણે મોત થયું છે. સાથે જ કર્ણાટકમાં 75 વર્ષીય એક વૃદ્ધે દમ તોડ્યો હતો.તે બાગલકોટનો રહેવાસી હતો. સ્વાસ્થ્ય વિભાગે શનિવારે સવારે મોત અંગેની માહિતી આપી હતી.

દેશના 6 રાજ્યોમાં શુક્રવારે 13 લોકોના મોત થયા છે, જેમાં ગુજરાતમાં બે, આંધ્રપ્રદેશમાં એક, મહારાષ્ટ્રમાં છ, તેલંગાણામાં બે, હિમાચલમાં એક અને દિલ્હીમાં બે લોકોના મોત થયા છે. આ પ્રકારે દેશમાં અત્યાર સુધી 94 લોકોના મોત થયા છે.

દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ઘણા ડોક્ટર્સ નર્સો સહિત સ્ટાફના 108 લોકોને ક્વૉરિન્ટીન કરી દેવાયા છે. જેમાંથી 85 લોકોને ઘરે અને 23 લોકોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ તમામ એવા 2 દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા,જેની હાલની સ્થિતિ માં કોરોના પોઝિટિવ આવ્યો છે.

કેટલા રાજ્યોમાં કેટલા નવા સંક્રમિત મળ્યા 
શુક્રવારે તમિલનાડુમાં 102, દિલ્હીમાં 93, તેલંગાણામાં 75, મહારાષ્ટ્રમાં 67, ઉત્તરપ્રેદશમાં 44, રાજસ્થાનમાં 35, મધ્યપ્રદેશમાં 34, આંધ્રપ્રદેશમાં 12, કેરળમાં 9, હરિયાણામાં 9, ગુજરાતમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 5, કર્ણાટકમાં 4 નવા દર્દી મળ્યા.

મોદીની અપીલ પર મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીની દલીલ- તમામ લાઈટ એક સાથે બંધ થઈ તો ગ્રિડ ફેલ થઈ શકે છે 
વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલે રાતે 9 વાગ્યે દેશના લોકોની સામૂહિકતા બતાવવા માટે 9 મિનિટ ઘરની લાઈટ બંધ કરવાની અપીલ કરી છે. વડાપ્રધાનનું કહેવું છે કે લોકો આ દરમિયાન ઘરના દરવાજા કે બાલ્કની પર મીણબત્તી, દીવો અથવા મોબાઈલની ટોર્ચની રોશન કરે. આ અંગે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે કહ્યું કે, એક સાથે લાઈટ બંધ કરવાથી પાવર ગ્રિડ ફેલ થવાનું જોખમ છે. આવું થયું તો આને ઠીક કરવામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. એટલા માટે લોકો મીણબત્તી અથવા દીવો ભલે સળગાવતા પણ લાઈટ બંધ ન કરશો.

મુશ્કેલીની ઘડી વચ્ચે ત્રણ રાહતના સમાચાર 

  • IIT રૂરકીએ કોરોના વાઈરસ સંક્રમિતોની સારવારમાં લાગેલા એઈમ્સ ઋષિકેષના ડોક્ટર્સની રક્ષા કરવા માટે એકદમ ઓછી કિંમતમાં ફેસ શીલ્ડ તૈયાર કર્યા છેયઆ ટ્રાન્સપરન્ટ શીલ્ડને ઉડી પ્રિટિંગ ટેકનીક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
  •  IIT હૈદરાબાદ સાથે જોડાયેલા સ્ટાર્ટએપ એયરોબાયોસિસિ ઈનોવેશન્સે ઓછી કિંમત વાળા, પોર્ટેબલ ઈમરજન્સી વેન્ટીલેટર બનાવ્યું છે. જેને ‘જીવન લાઈટ’નામ આપવામાં આવ્યું છે. જેની કિંમત 1 લાખ રૂપિયા છે. આ કોરોના વાઈરસના દર્દીઓની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
  • મહારાષ્ટ્રમાં પૂણેના વૈજ્ઞાનિક ડો. મિલિંદ કુલકર્ણીએ પોલીપ્રોપેલીન મટેરિયલમાંથી એક ખાસ પ્રકારની સ્ટીક તૈયાર કરી છે. જે કોરોના વાઈરસના દર્દીઓના સ્વાબનું સેમ્પલ લેવામાં મદદગાર સાબિત થઈ શકે છે. બેંગલુરુમાં તેનું ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશ;કુલ સંક્રમિતો-154ઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 154 થઈ છે. શુક્રવારે 34 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સ્વાસ્થ્ય વિભાગના એર વરિષ્ઠ IAS અધિકારી પણ સામેલ છે. અન્ય બીજો રિપોર્ટ પણ શુક્રવારે પોઝિટિવ આવ્યો છે. ઈન્દોરમાં સૌથી વધારે 23 કેસ સામે આવ્યા છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 112 થઈ ગઈ છે. સાથે જ મુરૈનામાં 10 નવા કેસ સામે આવ્યા છે. અહીંયા પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી ભોપાલમાં 9, જબલપુરમાં 8, ઉજ્જૈનમાં 7, ગ્વાલિયર-શિવપુરીમાં 2-2 અને ખરગોન-છિંદવાડામાં એક-એક સંક્રમિત મળ્યો છે. ઈન્દોરમાં 5, ઉજ્જૈનમાં 2 અને ખરગોનમાં 1 પીડિતનું મોત થયું છે. તો બીજી બાજુ ચીફ મેડિકલ ઓફિસર ડો. પ્રવીણ જડિયાએ શુક્રવારે જણાવ્યું કે, શહેરના 59 લોકોએ દિલ્હીના તબલીઘ જમાતના મરકઝમાં ભાગ લીધો હતો. તેને ક્વૉરિન્ટીન કરવામાં આવ્યા છે. હાલ કોઈ પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી.

મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-490ઃ રાજ્યમાં શુક્રવારે કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. હવે સંક્રમિતોની સંખ્યા 490 થઈ ગઈ છે. રાજ્યમાં શુક્રવારે 6 લોકોના મોત થયા છે. જેમાંથી બે મુંબઈના છે. આ ઉપરાંત વસઈ વિરાર, બદલાપુર થાણે, જલગામ અને પૂણેમાં એક-એક દર્દીએ દમ તોડ્યો હતો.

દિલ્હી; કુલ સંક્રમિત-386 દિલ્હીમાં શુક્રવારે કોરોના સંક્રમણના 93 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 386 થઈ ગઈ છે. કુલ સંક્રમિતોમાંથી 259 એ છે, જે તબલીઘ જમાતના મરકઝમાં સામેલ થયા હતા. રાજ્યમાં શુક્રવારે વધુ 2 લોકોના મોત થયા છે. આ વાઈરસથી મરનારાઓનો આંકડો 6 થઈ ગયા છે.

રાજસ્થાન;કુલ સંક્રમિત-179 ઃ રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા 168 થઈ ગઈ. શુક્રવારે 46 નવા કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના 13 દર્દી વધ્યા હતા.

ઉત્તરપ્રદેશ; કુલ સંક્રમિત-174ઃ રાજ્યમાં શુક્રવારે સંક્રમણના 46 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 42 દિલ્હીના તબલીઘ જમાતથી પાછા આવ્યા હતા અથવા તેમના સંપર્કમાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશ સરકારે શુક્રવારે જણાવ્યું કે, દિલ્હીના તબલીઘ જમાત કાર્યક્રમમાં હિસ્સો લેનારા 1203 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 897ના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 47નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અલીગઢના બન્નાદેવી  વિસ્તારમાં પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરવાના આરોપમાં 3 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. મસ્જિદમાં પોલીસ આ લોકોની પુછપરછ કરવા માટે ગઈ હતી.

તમિલનાડુ; કુલ સંક્રમિત-411ઃ રાજ્યમાં શુક્રવારે 102 નવા કેસ સામે આવ્યા છે. અહીંયાના સરકારી સ્ટૈનલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ અને શંકાસ્પદોને જમવા અને દવા આપવા માટે રોબોટ તહેનાત કરવામાં આવ્યા છે.

ઓરિસ્સા:કુલ સંક્રમિત -20ઃ ઓરિસ્સાના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, અહીંયા કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 થઈ ગઈ છે. 15 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 સૂર્યનગરના સંક્રમિત વ્યક્તિના નજીકના લોકો છે. જેમાં પત્ની, દીકરી અને ભાડૂઆત સામેલ છે. આ ઉપરાંત ભોમીકલમાં 3, કટકમાં 1, પુરીમાં 1, જાજપુરમાં 1 અને ભદ્રકમાં 2 કેસ સામે આવ્યા છે.

તેલંગાણા; કુલ સંક્રમિત 229ઃ રાજ્યમાં શુક્રવારે 75 નવા પોઝિટિવ મળ્યા હતા. તો બીજી બાજુ હૈદરાબાદના ગાંધી હોસ્પિટલમાં પોલીસ તહેનાત કરી દેવાઈ છે. અહીંયા 1 એપ્રિલે કોરોના વાઈરસ આઈસોલેશન વોર્ડમાં ઘણા દર્દીઓએ ડોક્ટર પર હુમલો કરી દીધો હતો.

ગોવાઃ કુલ સંક્રમિત-7ઃ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું કે, અહીંયા શનિવારે સેન્ટ એસ્ટેવમમાં એક વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો હતો. તે વિદેશથી પાછો આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here