કોરોના અપડેટ ઇન્ડિયા : અત્યાર સુધી 5378 કેસ, 172 મોત : મહારાષ્ટ્રમાં ડાયાબિટીઝના દર્દીનું કોરોનાથી 44 વર્ષના વ્યક્તિનું મોત, ગુજરાતમાં 14 મહિનાના બાળકનું મોત

0
12
  • ગુજરાતમાં 14 મહીનાના બાળકનું મોત, તેલંગાણામાં જમાતીના સંપર્કમાં આવવાથી 23 દિવસનું બાળક સંક્રમિત મળ્યા

  • નોઈડામાં હરોલ ગામના લગભગ 150 લોકો કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા, તમામને ક્વૉરેન્ટીન કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી. દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 5378 થઈ ગઈ છે. બુધવારે ઈન્દોરમાં 22 નવા પોઝિટિવ મળ્યા, જેથી શહેરમાં દર્દીઓની સંખ્યા વધીને 173 થઈ ગઈ છે. મંગળવારે દેશભરમાં સંક્રમણના 573 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 150 કેસ વધ્યાં, અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 1018 થઈ ગઈ છે. સાથે તમિલનાડુંમાં 69, દિલ્હીમાં 51, તેલંગાણામાં 40, રાજસ્થાનમાં 42 અને મધ્યપ્રદેશમાં 34 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મંગળવાર સુધી દેશમાં કોરોના સંક્રમણના કુલ 4789 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 4312 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 352 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 172 લોકોના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધી 172 લોકોના મોત 

કોરોના સંક્રમણથી દેશમાં સતત મોતનોં આંકડો વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પૂણેમાં બુધવારે એક 44 વર્ષના વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું છે. તેને ડાયાબિટીસ હતું. પૂણેમાં આ પહેલા મંગળવારે ત્રણ લોકોના મોત થયા હતા. શહેરમાં અત્યાર સુધી સંક્રમણમાં નવ લોકોના મોત થયા છે. સાથે જ મહારાષ્ટ્રમાં મોતનો આંકડો 65 પર પહોંચી ગયો છે. તો બીજી બાજું દેશમાં મૃતકોની સંખ્યા 172 થઈ ગઈ છે. આ આંકડો અલગ અલગ રાજ્ય સરકાર તરફ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યોમાંથી અપડેટ 

મધ્યપ્રદેશ : ઈન્દોરમાં બુધવારે વધુ 22 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. ઈન્દોરમાં હવે સંક્રમિતોની સંખ્યા 173 થઈ ગઈ છે, જેમાં 15 દર્દીઓના મોત થયા છે. ભોપાલમાં પોલીસના એક વરિષ્ઠ અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ વિભાગના ઘણા અધિકારીઓ આઈસલોશનમાં ગયા હતા. રાજધાનીમાં પોલીસ પર હુમલો કરવાના આરોપમાં 5 લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

હરિયાણા : ફરીદાબાદમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા બાદ પ્રશાસને શહેરના 13 વિસ્તારમાં છાવણીમાં ફેરવાઈ દેવાયા છે. અહીંયા સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ અને સેમ્પલ લઈ રહી છે.

ચંદીગઢ : અહીંયા જનસંપર્ક વિભાગ તરફથી જણાવવમાં આવ્યું છે કે તંત્રને કોરોનાથી બચવાને ધ્યાનમાં રાખતા લોકોને ભીડવાળા વિસ્તારમાં જવા પહેલા મોઢે કપડાં અને માસ્ક લગાવવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here