કોરોના ઈન્ડિયા : અત્યાર સુધીમાં 8,453 કેસ, મૃત્યુઆંક 297; સતત ત્રીજા દિવસે 800થી વધારે પોઝિટિવ ટેસ્ટ આવ્યા, 2 દિવસમાં 337 દર્દીને સારુ થતા રજા મળી

0
6
  • 9 એપ્રિલે 813, 10 એપ્રિલે 871 અને 11 એપ્રિલે 854 દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા
  • સોમવારે કેન્દ્રીય પ્રધાનો કામગીરી સંભાળી શકે છે, લોકડાઉન બાદ આર્થિક સ્થિતિ પર વિશેષ ધ્યાન અપાશે
  • દેશના પાંચ રાજ્ય-મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તલંગાણા, પંજાબ અને ઓડિશામાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાયુ

નવી દિલ્હી : કોરોનાને લીધે શનિવારે દેશમાં 854 નવા કેસ સામે આવ્યા હતા અને કુલ સંક્રમિતોની સંખ્યા 8,453  થઈ હતી. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 36 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં  કુલ મૃત્યુઆંક 297 થયો છે. શનિવારે મહારાષ્ટ્રમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1761 પોઝિટિવ કેસ છે. દિલ્હી માં 1069 પોઝિટિવ કેસ આવી ચુક્યા છે. કાશ્મીર ના કુપવાડા માં નિઝામુદ્દીન ની યાત્રાની  માહિતી છૂપાવનાર એક વ્યક્તિ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. શનિવારે મહારાષ્ટ્રમાં 187, દિલ્હીમાં 166,રાજસ્થાનમાં 139, ગુજરાતમાં 90 અને મધ્ય પ્રદેશમાં 78 કેસ આવ્યા છે. કર્ણાટકમાં 8, ઝારખંડ અને હરિયાણા માં 3-3 તથા બિહારમાં 4 કેસ સામે આવ્યા છે. આ આંકડા covid19india વેબસાઈટ અને રાજ્ય સરકારોના આંકડા પ્રમાણે છે. બીજી બાજુ આરોગ્ય મંત્રાલયના મતે શનિવારે 5 વાગ્યા સુધીમાં દેશમાં 7,529 સંક્રમિત હતા. આ પૈકી 6,634 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. 652 લોકોને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, એટલે કે છેલ્લા 2 દિવસમાં 337 દર્દીને સારુ થતા રજા મળી છે.

સુરક્ષાદળો લોકડાઉન સમયે ગરીબ લોકોને રાશન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSFના જવાનો રાશનનું વિતરણ કરી રહ્યા છે

ગઈકાલે ક્યાં કેટલાં કેસ સામે આવ્યા હતા?
શનિવારે મહારાષ્ટ્રમાં 187, દિલ્હીમાં 166, રાજસ્થાનમાં 139, ગુજરાતમાં 90 અને મધ્ય પ્રદેશમાં 78 નવા કેસ સામે આવ્યા છે. બીજી બાજુ કર્ણાટકમાં 8, ઝારખંડ અને હરિયાણામાં 3-3 તથા બિહારમાં 4 કેસ સામે આવ્યા છે.

તપાસ માટે પહોંચેલી મેડિકલ ટીમને ઘરમાં બંધક બનાવી લેવાયા

બડગામના શેખપોરામાં એક વ્યક્તિનુ સ્ક્રિનિંગ કરવા પહોંચેલી મેડિકલ ટીમને ઘરમાં બંધક બનાવી લેવામાં આવી હતી. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો તેની ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આરોગ્ય કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

પટનામાં સંક્રમણના શંકાસ્પદ વ્યક્તિ હોસ્પિટલમાંથી ભાગી ગયો
પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH)માં એક મોટી લાપરવાહી સામે આવી છે. અહીંથી કોરોના સંક્રમણનો એક શંકાસ્પદ દર્દી ભાગી ગયો હતો. તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટના રાહ જોવામાં આવતી હતી. આ મહિલા દર્દી લાપતા હોવાની લેખિત માહિતી પોલીસને આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર, બંગાળ, તેલંગાણા, પંજાબ તથા ઓડિશામાં લોકડાઉન લંબાવાયુ

બીજી બાજુ દેશમાં પાંચ રાજ્યોએ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ તથા તેલંગાણા સરકારે શનિવારે લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. પંજાબ અને ઓડિશા અગાઉ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એવો શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં લોકડાઉનને બે સપ્તાહ માટે લંબાવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યમંત્રીઓ સાથે આશરે 4 કલાકની વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી. બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું, પ્રધાનમંત્રીએ લોકડાઉન લંબાવવાનો યોગ્ય નિર્ણય કર્યો છે.

સરકારે કહ્યું- લોકડાઉન ન કર્યું હોત તો 45 હજાર કેસ હોત

કેન્દ્રીય મંત્રાલયોએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર આશરે 8 હજાર કેસ છે. જો લોકડાઉન ન હોત તો આ સંખ્યા 45  હજાર નજીક હોત. જો સરકારોએ ગંભીરતાથી કાર્ય ન કર્યું હોત તો અત્યાર સુધીમાં 8.2 લાખ કેસ સામે આવી ગયા
હોત. માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here