કોરોના દેશમાં : અત્યાર સુધી દેશમાં માત્ર 11.01% નાગરિકોનો ટેસ્ટ થયો : જેમાં 6.44% લોકો સંક્રમિત નોંધાયા.

0
5

138 કરોડની વસતિમાં હવે માત્ર 11.74% એટલે કે 15 કરોડ 26 લાખ લોકોનો કોરોના ટેસ્ટ થઈ શક્યો છે. જેમાંથી 6.45% એટલે કે 98.57 લાખ લોકો સંક્રમિત થયા છે. ટેસ્ટિંગના આંકડા પર નજર કરવામાં આવે, તો દેશમાં દર 10 લાખની વસતિમાં 1.10 લાખ લોકોની તપાસ થઈ રહી છે. અમેરિકામાં આટલી જ વસતિમાં 6.55 લાખ અને બ્રાઝિલમાં 1.20 લાખ લોકોની તપાસ થઈ રહી છે.

રાજધાની દિલ્હીમાં દર 100માંથી 33 લોકોની તપાસ થઈ

દેશના ટોપ-10 સંક્રમિત રાજ્યોમાંથી સૌથી વધુ ટેસ્ટિંગ રાજધાની દિલ્હીમાં થયું છે. અહીંયા બે કરોડની વસતિમાં અત્યાર સુધી 33.61% લોકોની તપાસ થઈ ચુકી છે. એટલે કે દર 100 નાગરિકમાં 33 લોકોનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે. આ કેસમાં આંધ્રપ્રદેશ બીજા નંબરે છે. ટેસ્ટિંગના મામલામાં રાજસ્થાનની સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં 7.7 કરોડ લોકોમાં અત્યાર સુધી 6.16% લોકોની તપાસ થઈ શકી છે. વસતિને ધ્યાનમાં રાખતા દેશના સૌથી મોટા રાજ્ય એટલે કે ઉત્તરપ્રદેશમાં 9.37% એટલે કે 2.1 કરોડ લોકોની તપાસ થઈ ચુકી છે.

અત્યાર સુધી 98.57 લાખ કેસ

દેશમાં અત્યાર સુધી 98 લાખ 57 હજાર 380 લોકો કોરોનાના સંકજામાં આવી ચુક્યાં છે. જેમાં 3 લાખ 54 હજાર 904 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 93 લાખ 56 હજાર 879 લોકો સાજા થઈ ચુક્યાં છે. 1 લાખ 43 હજાર 055 લોકોના મોત થઈ ચુક્યાં છે.

કોરોના અપડેટ્સ

  • કેરળ સરકારે રાજ્યમાં મફતમાં વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે, રાજ્યના તમામ લોકોને કોરોનાની વેક્સિન મફતમાં આપવામાં આવશે.
  • હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કેન્દ્ર સરકારને પત્ર લખીને વેક્સિનેશનમાં પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એટલે કે સાંસદ, ધારાસભ્યોને પ્રાથમિકતા આપવા માટે કહ્યું છે. વિજે લખ્યું કે, આ પ્રતિનિધિ જનતાની વચ્ચે આવી જાય છે. એટલા માટે પ્રાયોરિટી યાદીમાં તેમને પણ સામેલ કરવા જોઈએ.

પાંચ રાજ્યોની સ્થિતિ

દિલ્હી

રાજધાની દિલ્હીમાં શનિવારે 1935 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 3191 લોકો રિકવર થયા અને 47 લોકોના મોત થયા. અત્યાર સુધી 6 લાખ 5 હજાર 470 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યાં છે. જેમાં 5 લાખ 78 હજાર 114 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 9981 થઈ ગઈ છે. 17 હજાર 373 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મધ્યપ્રદેશ

રાજ્યમાં શનિવારે સંક્રમણના 1282 નવા કેસ નોંધાયા.1418 લોકો રિકવર થયા અને 9 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 2 લાખ 22 હજાર 397 લોકો સંક્રમિત થયા છે. જેમાં 3391 દર્દીઓના મોત થઈ ચુક્યાં છે, જ્યારે 2 લાખ 6 હજાર 591 લોકો સાજા થઈ ચુક્યાં છે.

ગુજરાત

રાજ્યમાં શનિવારે 1204 લોકો સંક્રમિત થયા હતા. 1338 લોકો રિકવર થયા અને 12 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 26 હજાર 508 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યાં છે. જેમાં 13 હજાર 381 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 8 હજાર 967 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 4160 થઈ ગઈ છે.

રાજસ્થાન

રાજ્યમાં શનિવારે 1307 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 2913 લોકો રિકવર થયા અને 14 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 2 લાખ 89 હજાર 999 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યાં છે. જેમાં 16 હજાર 821 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 2 લાખ 70 હજાર 650 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2528 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં શનિવારે 4259 નવા દર્દી નોંધાયા. 3949 લોકો રિકવર થયા અને 80 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 18 લાખ 76 હજાર 699 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યાં છે. જેમાં 73 હજાર 542 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 17 લાખ 53 હજાર 922 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 48 હજાર 139 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here