Sunday, October 17, 2021
Homeગાંધીનગર : રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લાઓમાંથી 110 કરતાં વધુ મૃત પક્ષીઓના...
Array

ગાંધીનગર : રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લાઓમાંથી 110 કરતાં વધુ મૃત પક્ષીઓના સેમ્પલ ટેસ્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યાં.

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો છે. આ દરમિયાન બર્ડ ફ્લુનો ખતરો ધીરે ધીરે વધી રહ્યો છે. રાજ્યના ચીફ ચીફ સેક્રેટરી અનિલ મુકિમે મંગળવારે મોડી સાંજે વિડિયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેક્ટરોને બર્ડ ફ્લૂના ચેપનો ફેલાવો અટકાવવા અને ચેપગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સને સઘન બનાવવા ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો ચૂસ્ત અમલ કરવા આદેશ આપ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લાઓના 35 સ્થળો પરથી 111 મૃત પક્ષીઓના સેમ્પલ RT-PCR ટેસ્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં કાગડા, બતક, ટીટોડી, કબૂતર જેવા પક્ષીઓમાં બર્ડ ફ્લૂ વાઈરસ મળ્યો
ગુજરાતમાં કાગડા, બતક, ટીટોડી, કબૂતર જેવા પક્ષીઓમાં બર્ડ ફ્લૂ વાઈરસ મળ્યો

 

રાજ્યમાં કાગડા, બતક, ટીટોડી, કબૂતર જેવા પક્ષીઓમાં બર્ડ ફ્લૂ વાઈરસ મળ્યો

ગુજરાતમાં કાગડા, બતક, ટીટોડી, કબૂતર જેવા પક્ષીઓમાં એવીયન ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસ- બર્ડ ફ્લૂ વાઈરસ મળ્યો છે. ભોપાલ ખાતે આવેલી નેશનલ ઈન્સ્ટિટયુટ ફોર હાઈ સિક્યુરિટી એનિમલ ડિઝીસ લેબ દ્વારા મંગળવારે બારડોલીના મઢી ગામમાં સળંગ બીજા દિવસે પણ વધુ બે કાગડાના મૃતદેહોમાંથી લેવાયેલા સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટીવ રિપોર્ટ મળતા સુરત જિલ્લાના મઢી ગામમાં વહિવટી તંત્ર દ્વારા ચિકન સેન્ટરો બંધ કરવા આદેશ આપ્યાનું જણાવા મળ્યુ હતુ. એટલુ જ નહિ, પશુપાલન વિભાગે બારડોલીના મઢી આસપાસના ક્ષેત્રોમાં પોલ્ટ્રી ફાર્મ, જળ પાલ્લવિત એરિયાના પક્ષીઓના સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરી હતી.

40 થી વધુ સ્થળોએથી મૃત પક્ષીઓ અને આસપાસના જીવિત પક્ષીઓના સેમ્પલો લેવાયા
40 થી વધુ સ્થળોએથી મૃત પક્ષીઓ અને આસપાસના જીવિત પક્ષીઓના સેમ્પલો લેવાયા

 

ચાર જિલ્લાઓમાં સાત સ્થળે પ્રતિબંધિત એરિયા ઘોષિત કરાયા

જૂનાગઢના બાંટવા બાદ સુરતના બારડોલી, વડોદરાના સાવલી અને વલસાડ એમ ચાર જિલ્લામાં બર્ડ ફ્લૂ ફેલાયાનુ ભોપાલથી આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ચૂક્યુ છે. પશુપાલન અને આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ ચાર જિલ્લા ઉપરાંત તાપી, નર્મદા, કચ્છ, મહેસાણા અને પોરબંદરમાંથી પણ કાગડા, બતક, ટીટોડી, કબૂતર, મરઘાં, મોર અને કૂંજ પક્ષીઓના અચાનક મૃત્યુ પામવાની ઘટનાઓ બહાર આવી છે. આ જિલ્લાઓના 40 થી વધુ સ્થળોએથી મૃત પક્ષીઓ અને આસપાસના જીવિત પક્ષીઓના સેમ્પલો લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આગામી 48 થી 72 કલાકમાં ઉપલબ્ધ થશે. જો કે, તાકીદના ભાગરૂપે 9 પૈકી ચાર જિલ્લાઓમાં સાત સ્થળે પ્રતિબંધિત એરિયા ઘોષિત કરી દેવામાં આવ્યો છે.

ચાર જિલ્લાઓમાં સાત સ્થળે પ્રતિબંધિત એરિયા ઘોષિત કરી દેવામાં આવ્યો
ચાર જિલ્લાઓમાં સાત સ્થળે પ્રતિબંધિત એરિયા ઘોષિત કરી દેવામાં આવ્યો

 

બર્ડ ફ્લૂ નિયંત્રણ કરવા કેન્દ્રની ટીમ આવશે

ગુજરાતમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય ટીમ બર્ડ ફ્લૂ ને નિયંત્રણમાં લેવા માટેની કામગીરી પર નજર રાખવા માટે ગુજરાત આવશે. કેન્દ્ર સરકારે રાજ્યમાં પૂરતી સંખ્યામાં પીપીઈ કીટ તથા સંક્રમિત પશુ-પક્ષીઓના નિકાલ માટે મોટાપાયે અભિયાન માટે પૂરતી વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓ મળી આવ્યા હોય એવા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવી રહ્યા છે. વલસાડમાં બર્ડ ફ્લૂ અસરગ્રસ્ત વિસ્તાર ફળિયા વિસ્તારમાં ચીકનની દૂકાનો બંધ કરવામાં આવી હતી તથા મટન શોપ પણ બંધ કરવા પાલિકાએ સૂચના આપતા વેપારીઓ અવઢવમાં મુકાયા હતા.

વડોદરાના સાવલીમાં રેપિડ એક્શન ટીમ ઉતારવામાં આવી

પાંચ દિવસ અગાઉ સાવલીના વસંતપુરા ગામે 30 કાગડાઓના મોત બાદ પશુપાલનવિભાગે જિલ્લા કલેકટરની સૂચનાથી રેપિડ એકશન ટીમો તૈયાર કરી હતી. જેમણે આખા ગામના પશુ-પક્ષીઓના આરોગ્યની તપાસ કરી હતી. આ તપાસમાં 3 ફાર્મ અને 157 જેટલા બેકયાર્ડ ફાર્મના 14 હજાર મરઘા, 31 ભેંસ અને 113 ઘેટા-બકરાનો સરવે કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments