Tuesday, February 11, 2025
HomeબિઝનેસBUSINESS: તો મારી કંપનીમાં iPhone પર લગાવી દઇશ પ્રતિબંધ: Apple ના કયા...

BUSINESS: તો મારી કંપનીમાં iPhone પર લગાવી દઇશ પ્રતિબંધ: Apple ના કયા નિર્ણયથી નારાજ થયા મસ્ક?

- Advertisement -

ટેસ્લા સીઈઓ અને એક્સના માલિક ઈલોન મસ્કે એપલ અને ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈની પાર્ટનરશિપ બાદ મોટી જાહેરાત કરી છે. મસ્કે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલથી પોસ્ટ કરી અને બંનેની ભાગીદારીને લઈને નારાજગી વ્યક્ત કરી. એટલું જ નહીં મસ્કે કહી દીધું કે તેમની કંપનીમાં કામ કરનાર લોકોના એપલ ડિવાઈસને તેઓ બેન કરી દેશે.

ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું એપલ ડિવાઈસની સાથે ચેટજીપીટીનો ઉપયોગ સિક્યોરિટી સાથે જોડાયેલો મુદ્દો છે. આનો સ્વીકાર કરી શકાય નહીં. જો એપલ OS લેવલ પર ઓપનએઆઈને ઈન્ટીગ્રેટ કરે છે તો એપલ ડિવાઈસનો ઉપયોગ મારી કંપનીમાં સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવશે.

આ સાથે જ બીજી પોસ્ટમાં મસ્કે કહ્યું કે મારી કંપનીમાં વિજિટ કરનાર વિઝિટર્સને પણ પોતાના એપલ ડિવાઈસ દરવાજા પર છોડીને આવવું પડશે. આ ડિવાઈસનું દરવાજા પર ચેકિંગ થશે અને બહાર જ એક પિંજરામાં રાખી દેવામાં આવશે.

એપલને લઈને મસ્કે કહ્યું કે એપલ એટલું સ્માર્ટ નથી કે પોતાનું એઆઈ બનાવી શકે અને તે ઓપનએઆઈને લઈને એન્શ્યોર કરી રહ્યું છે કે યુઝર્સની સુરક્ષા અને પ્રાઈવસીને કોઈ જોખમ હશે નહીં. આ સાથે જ મસ્કનું કહેવું છે કે એપલને પોતે પણ આ વાતની જાણ નથી કે જો એક વખત ઓપનએઆઈના હાથમાં યુઝરના ડેટાનો કંટ્રોલ આવી જાય તો શું થશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular