વડોદરા : અનાજની કીટોના વિતરણ માટે ટોળા ભેગા કરીને જાહેરનામાનો ભંગ કરનારા સામાજિક કાર્યકર પ્રભુ સોલંકીની ધરપકડ

0
13

વડોદરા. વડોદરાના આજવા રોડ આવેલી કલ્યાણનગર સોસાયટીમાં લોકડાઉન દરમિયાન અનાજ કીટનું વિતરણ કરવા લોકોના ટોળા ભેગા કરનાર સામાજિક કાર્યકર પ્રભુ સોલંકી સામે બાપોદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.

સંક્રમિત વિસ્તારોમાંથી લોકો કીટ લેવા આવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો

વડોદરાના આજવા રોડ આવેલી કલ્યાણનગર સોસાયટીમાં ગુરૂવારે સામાજિક કાર્યકર પ્રભુ સોલંકી દ્વારા અનાજની કીટોનું વિતરણ થઇ રહ્યું હતું. જ્યાં સંક્રમિત વિસ્તારોમાંથી કીટો લેવા માટે લોકોના ટોળેટોળા આવતા હોવાનો આક્ષેપ આશિર્વાદ સોસાયટીના રહીશોએ કર્યો છે. આ ઉપરાંત કીટ વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું નહોતુ. સરકાર કીટ વિતરણની કામગીરી સામે કાર્યવાહી કરે તેવી માંગણી સ્થાનિક રહીશોએ કરી હતી, ત્યારે બાપોદ પોલીસે આજે સામાજિક કાર્યકર પ્રભુ સોલંકી સામે જાહેરનામા ભંગ ગુનો નોંધ્યો છે અને પ્રભુ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here