સમાજસેવી સોનમ વાંગચુકે સેનાના જવાનો માટે એવું ટેન્ટ બનાવ્યું, તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસ

0
11

લદ્દાખની ગલવાન વેલીથી અમુક સરસ તસવીરો સામે આવી છે. અહીં સમાજસેવી સોનમ વાંગચુકે સેનાના જવાનો માટે એવું ટેન્ટ બનાવ્યું છે જેમાં હંમેશા અંદરનું તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ભલે પછી બહારનું તાપમાન માઈનસ 20 ડિગ્રી જેટલું ઠંડુ કેમ ના હોય. 12 હજાર ફૂટથી વધારે ફૂટની ઉંચાઈ પર આવેલી ગલવાન વેલી તે જ જગ્યાએ, જ્યાં ગયા વર્ષે જૂનમાં ચીન અને ભારતના જવાનો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનના 40થી વધારે સૈનિકોના મોત થયા હતા.

સોનમ વાંગચુક પર બની રહી છે ફિલ્મ

સોનમ વાંગચુક તે જ વ્યક્તિ છે જેના પર સુપરહિટ ફિલ્મ થ્રી ઈડિયટ્સ બની હતી. આ ફિલ્મમાં આમિર ખાને સોનમ વાંગચુકની ભૂમિકા નીભાવી હતી. તેમાં આમિર ખાનનું નામ રેંચો છે. સોનમ વાંગચુકે જણાવ્યું કે, લદ્દાખમાં 24 કલાક વીજળી રહેવી મુશ્કેલ છે.

આ ટેન્ટમાં 10 જવાન રહી શકે છે, તેનું વજન માત્ર 30 કિલો

આ ટેન્ટમાં 10 જવાન રહી શકે છે, તેનું વજન માત્ર 30 કિલો

તેથી અહીં તહેનાત જવાન ઠંડી દૂર કરવા ડિઝવ અથના કેરોસીનથી લાકડા સળગાવે છે. તે તેમને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ ટેન્ટમાં હિટર જ લગાવેલા છે. આ હિટર સોલર એનર્જીથી ગરમ થાય છે. તેનામાં સોલર એનર્જી સ્ટોર કરવાની ક્ષમતા પણ છે. એક ટેન્ટામં 10 જવાન રહી શકે છે અને તેનું વજન 30 કિલો કરતાં પણ ઓછું છે.

સોનમ વાંગચુકે આ ટેન્ટ બનાવ્યા છે
સોનમ વાંગચુકે આ ટેન્ટ બનાવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here