વડાપ્રધાન મોદી માટે સોશિયલ અને રાજકીય એજન્ડા સૌથી મહત્વના

0
23

ઈક્વિટી સ્ટ્રેટેજીના વૈિશ્વક ગુરુ qક્રસ વુડ દ્વારા મોદી સરકાર વિશે કેટલીક અતિ મહત્વની વાતો કરવામાં આવી છે અને એમણે એમ કહ્યું છે કે આજે જે પ્રકારની સ્થિતિ સજાર્ય છે તેને પગલે મોદી માટે અર્થતંત્ર કરતા સામાજિક અને રાજકીય એજન્ડા અત્યંત મહત્વના બની ગયા છે.
આમ તો આ વિશ્વ ગુરુ નરેન્દ્ર મોદીના માળખાગત સુધારા ના ટેકેદાર રહ્યા છે પરંતુ પોતાની વિકલી નોટમાં રોકાણકારો માટે એમણે સ્થિતિનો ચિતાર રજુ કર્યો છે અને એમ લખ્યું છે કે નાગરિક કાયદો અને એન.આર.સી જેવા મુદ્દાઆેને લઈને મોદી પ્રકારની લાંબા સમયથી ટીકા થઈ રહી છે અને સાથે ભાજપની પણ આલોચના થઈ રહી છે તેવા આરોપ મૂકવામાં આવી રહ્યાે છે કે આ લોકો હિન્દુ રાષ્ટ્રના એજન્ડા પ્રત્યે પ્રતિબÙ દેખાય છે. જોકે એમણે એવી હૈયાધારણ પણ આપી છે કે જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માં સંપૂર્ણ બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી આ મુદ્દાઆેને લઈને અત્યારે ભારતીય સ્ટોક માર્કેટ પર કોઈ સીધી અસર થઇ શકે તેવું દેખાતું નથી .

તેમણે પોતાની નોટમાં લખ્યું છે કે આમ તો મોદી સરકાર સામે અર્થતંત્ર માં અનેક પડકારો છે પરંતુ સૌથી મોટો પડકાર બેરોજગારીનો છે અને નોકરીઆે ઊભી કરવાનો છે.
અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ કેટલાક મુદ્દાઆે અને નીતિઆે બદલાયા છે અને તેની અસર વતાર્ઈ રહી છે અમિત શાહ દેશના મોદી પછીના બીજા નંબરના સૌથી પાવરફુલ શાસક ગણાઈ રહ્યા છે અને ભાજપના પ્રમુખ તરીકે તેઆે સફળ રહ્યા છે. હવે અપેક્ષા સોશિયલ એજન્ડા નો અમલ કરાવવા માટે ઉતાવળ માં દેખાઈ રહ્યા છે અને એટલા માટે મોદી સરકાર માટે અર્થતંત્ર કરતાં અત્યારે સોશિયલ અને પોલીટીકલ એજન્ટ સૌથી વધુ મહત્વના બની રહ્યા છે.
નોટમાં એવો પણ ઉલ્લેખ છે કે ભારતમાં મુિસ્લમોની વસ્તી ઝડપથી વધી રહી છે. 1951 ની વસ્તી ગણતરી મુજબ મુિસ્લમોની સંખ્યા નવ ટકા હતી જે છેલ્લા અંદાજ મુજબ હવે પંદર ટકા થઇ ગઇ છે અને ભાજપ માટે ચિંતાનો વિષય છે.થ બીજી બાજુ આરએસએસ પણ આર્થિક એજન્ડા ને બદલે સોશિયલ અને ધામિર્ક બાબતો પર વધુ ગંભીર દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here