સૌરાષ્ટ્રમાં સી.આર પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું..? ભાજપ માટે નથી નિયમો..!

0
0

ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનુ ભાન ભૂલ્યા, સી.આર પાટીલના કાર્યક્રમમાં નિયમો નેવે મૂકાયા

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. દિવસને દિવસે એક હજાર ઉપર કેસો નોંધાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાને અટકાવવા ગાઇડલાઇન જારી કરી છે. ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમો બનાવ્યા છે. ત્યારે ભાજપના નવા પ્રમુખને આ નિયમો લાગતા વળગતા ન હોય તેવું લાગી રહ્યું છે. ખુદ વડાપ્રધાન મોદીએ લોકોને બે ગજ દૂરી રાખવાની સલાહ આપે છે, પરંતું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ બધું જ ઘોળીને પી ગયા..

સી.આર પાટીલ આજથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે છે. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે. જોકે, બીજી તરફ કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવીને લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા છે. જેમાં કેટલાકે માસ્ક પહેર્યા છે તો કેટલાકે નથી પહેર્યા.

કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનુ ભાન ભૂલ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનું નથી થઇ રહ્યું પાલન, તો લોકોમાં કોરોના વિશે ગંભીરતા પણ જોવા નથી મળી રહી. જેમ ફાવે તેમ લોકો નિયમો તોડી રહ્યા છે. એક તરફ સરકાર તહેવારો પર મનાઇ ફરમાવી રહી છે તો બીજી તરફ કાર્યકર્તાઓ સીઆર પાટીલાના માનમાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડે છે. સ્વાગતમાં કાર્યકરોએ આતશબાજી કરતા ફટાકડાથી સી.આર. પાટીલને આંખમાં પણ ઈજા પહોંચી હતી. આથી તેઓને તાત્કાલિક તબીબ પાસે લઈ જવામાં આવ્યા હતા.

હાલ રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સીઆર પાટીલનો પ્રવાસ આ રીતે ચાલશે તો કેવી રીતે કાબૂમાં આવશે કોરોના..? થોડાક દિવસ પહેલા સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે સુરતમાં સીઆર પાટીલે એક રેલી રદ કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં શા માટે આવી બેદરકારી દાખવામાં આવી..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here