સુરત : પુણા ગામમાં શાકભાજી માર્કેટમાં લોકોની ભીડ : સોશિયલ ડિસ્ટન્સનો દાટ વાળ્યો.

0
32
પુણા ગામની શાક માર્કેટમાં કીડીયારું ઉભરાયું.
(પુણા ગામની શાક માર્કેટમાં કીડીયારું ઉભરાયું.)
સુરતમાં એક તરફ કોરોનાનો કહેર ફરી વર્તાઈ રહ્યો છે ત્યાં બીજી તરફ કેટલાક લોકોની બેદરકારીના કારણે કોરોના વિસ્ફોટ થવાની ભીતિ સેવાઈ રહી છે. રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ છે. જોકે, સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટમાં વહેલી સવારથી લોકો શાકભાજીની ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું લોકો ભાન ભૂલ્યા હતા. જ્યારે બીજી તરફ શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ પણ માસ્ક વિના જોવા મળ્યા હતા. જોકે, પાલિકાની એન્ફોર્સમેન્ટ ની કામગીરી માત્ર કાગળ પર અહીં જોવા મળી હતી.
શાકભાજીના સ્ટોલ ધારકો માસ્ક વિના જ શાકભાજીનું વેચાણ કરતા નજરે પડ્યા.
(શાકભાજીના સ્ટોલ ધારકો માસ્ક વિના જ શાકભાજીનું વેચાણ કરતા નજરે પડ્યા.)

 

કોરોના જતો રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા

સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્ર હરકતમાં આવી ગયું છે. લોકોને કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જોકે, કેટલાક લોકો સુરતમાં બેજવાબદાર બન્યા છે. સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ એપીએમસી શાકભાજી માર્કેટ બહાર લાગતા બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. લોકો પોતાની નૈતિક ફરજ ભૂલી બેખોફ શાકભાજીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જ્યારે શાકભાજીનું વેચાણ કરતા સ્ટોલ ધારકો પણ જાણે કોરોના ભાગી ગયો હોય, તે પ્રકારે માસ્ક વિના જ શાકભાજીનું વેચાણ કરતા નજરે પડ્યા હતા.

લોકો માસ્ક વિના જ શાકભાજી માર્કેટમાં ફરતા નજરે પડ્યા.
(લોકો માસ્ક વિના જ શાકભાજી માર્કેટમાં ફરતા નજરે પડ્યા.)

લોકડાઉનના ડરે ખરીદી કરવા ઉમટ્યા હોવાની શક્યતા

શહેરમાં જ્યાં ભારે ભીડ થતી હોય ત્યાં પાલિકા દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ પાલિકાની આ કામગીરી આ દ્રશ્યો પરથી માત્ર કાગળ સીમિત રહી ગઈ હોય તેવું ફલિત થઈ રહ્યું છે. લોકોને એક પ્રકારનો વહેમ થયો છે કે, સરકાર ફરીથી લોકડાઉન લાગુ કરી શકે છે. જેના કારણે પુણા ગામ સ્થિત શાકભાજી માર્કેટમાં આ પ્રમાણે ખરીદી માટે લોકો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here