તલોદ તાલુકા પંચાયત ખાતે સામાન્યસભા મળવા પામી હતી તેમા પાણીના પ્રશ્નો અને ગંદકીના પ્રશ્નો અને વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામા આવી.
બાઈટ : નવનીતભાઈ વણકર, ન્યાય સમીતી ચેરમેન, તલોદ
તાલુકા પંચાયત તલોદની સામાજીક ન્યાય સમીતીની બેઠક તારીખ ૨૮/૬/૨૦૧૯ ને એક વાગે તાલુકા પંચાયત હોલ ખાતે રાખવામા આવી હતી તેમા તાલુકા પંચાયતના સભાખંડમા સામાજીક ન્યાય સમીતીની સભ્યો હાજર રહેવા પામ્યા હતા તેમા ક્રમ નંબર ૧ મા ગઈ તારીખ ૨/૧૧/૨૦૧૮ ની સામાજીક ન્યાય સમીતીની બેઠકની કાર્યવાહી નોધ વંચાને લઈ બહાને આપવામા આવી. અને આ બેઠકમા પાણીના પ્રશ્નોની સમસ્યા, ગટરલાઈનની સમસ્યા, સીસીટીવી કેમેરાનુ આયોજન, ગરીબોને સરકારી મકાનો આપવાની ઉગ્ર રજુઆત, તલોદ તાલુકામા જે આંગણવાડીના મકાનો જર્જરીત છે અને જ્યા નથી ત્યા નવા બનાવી આપવાની દરખાસ્ત કરવામા આવી અને તાલુકામા ચોમાસામા જે મકાનો પડી જાય અને નુકશાન થાય તેને નુકશાન વળતર મળે તેવી રજુઆતો કરવામા આવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી હીમતસિંહ અને ન્યાય સમીતી ચેરમેન નવનીતકુમાર વણકર, નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ચુંટાયેલા સદસ્યો અને તાલુકા પંચાયતબા સદસ્યો આ પ્રસંગે હાજર રહેવા પામ્યા હતા.
બાઈટ : હીમતસિંહ, તાલુકા વિકાસ અધિકારી, તલોદ
- બેઠક માં પાણીના પ્રશ્નો, ગટરના પ્રશ્નો અને સીસીટીવી કેમેરા મુકવાના પ્રશ્નો અને આંગણવાડીના પ્રશ્નોની દરખાસ્ત રજુઆતો થવા પામી હતી
- આ પ્રસંગે તાલુકા પંચાયતમા શૌચાલયની વધી રહેલી ગંદકીની તાત્કાલિક નીકાલના પ્રશ્નોની રજુઆત થવા પામી હતી
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર