સોશિયલ મીડિયા : દીપિકા પાદુકોણ MeTooના આરોપમાં ફસાયેલ લવ રંજનની ફિલ્મમાં કામ કરવાને લઈ ટ્રોલ થઈ

0
23

મુંબઈઃ  દીપિકા પાદુકોણ તથા રણબીર કપૂર ડિરેક્ટર લવ રંજનના ઘરની બહાર જોવા મળ્યાં હતાં. આ મુલાકાત બાદ એવી ચર્ચા થવા લાગી કે દીપિકા તથા રણબીર ડિરેક્ટરની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. જોકે, દીપિકા ડિરેક્ટર લવ રંજનની ફિલ્મમાં કામ કરે, તે વાત ચાહકોને પસંદ આવી નથી. આથી જ સોશિયલ મીડિયા યુઝર્સે NotMyDeepika ટ્રેન્ડ કરાવ્યું હતું. વાસ્તવમાં લવ રંજન પર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે અને ચાહકો નથી ઈચ્છતા કે દીપિકા આવા કોઈ પણ વ્યક્તિ સાથે કામ કરે.

ચાહકોએ ટ્રોલ કરી
દીપિકા તથા રણબીરની તસવીરો વાયરલ થઈ એટલે ચાહકો દીપિકાને ટ્રોલ કરવા લાગ્યા હતાં. તસવીરો વાયરલ થતાં જ એ વાત પણ જોરશોરથી ચર્ચાવા લાગી કે દીપિકા-રણબીર ડિરેક્ટર લવ રંજનની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે.

કેટલાંકે ફિલ્મ ના કરવાની સલાહ આપી
ન્યૂઝ વાયરલ થતાં જ ટ્વિટર પર દીપિકા ટ્રેન્ડ થવા લાગી હતી. કેટલાંકે તેને લવ રંજન સાથે કામ ના કરવાની સલાહ આપી હતી. તો કેટલાંક દીપિકાના નિર્ણયને પ્રોફેશનલ ગણાવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં MeToo કેમ્પેઈન હેઠળ લવ રંજન પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ મૂકવામાં આવ્યા હતાં. લવ રંજને ‘પ્યાર કા પંચનામા’ તથા ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી ફિલ્મ્સ બનાવી છે. કેટલાંક આ ફિલ્મ્સને લઈને પણ લવ રંજનને આડેહાથ લીધો હતો. યુઝર્સનું માનવું હતું કે લવ રંજન પોતાની ફિલ્મ્સ દ્વારા મહિલાઓની ઈમેજને ખરાબ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here