સોશિયલ મીડિયા : સાહિલ આનંદે એક એવી પોસ્ટ લખી જેને વાંચીને તેના ફેન્સ ગભરાઈ ગયા

0
0

સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ તેમજ સીરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં જોવા મળેલા સાહિલ આનંદે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ લખી છે, જેને વાંચીને તેના ફેન્સ ગભરાઈ ગયા છે અને ટેન્શમાં આવી ગયા છે. ફેન્સ એક્ટરની તબિયત પૂછી રહ્યા છે અને તેને મજબૂત રહેવા માટે પણ કહી રહ્યા છે.

સાહિલ આનંદની પોસ્ટ જોઈને લાગ રહ્યું છે કે, આ સમયે તે માનસિક રીતે તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ માનસિક હેલ્થ તરફ ઈશારો કરી રહી છે. એક્ટરે થોડા સમય માટે પોતાને બધાથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.

 

comments

આગળ તેણે લખ્યું છે ‘ક્યારેક ક્યારેક તમારું પેશન જ તમારા માટે સૌથી ખરાબ સપનું બની જાય છે. મિત્રો, મેન્ટલ હેલ્થ ખૂબ જરૂરી છે. ક્યારેક-ક્યારેક કેટલીક વસ્તુઓ એટલી અસર કરે છે કે આપણે તેને વધારે નજીક કરી લઈએ છીએ. મને નોર્મલ ફીલ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે વધારે ખરાબ થતું જઈ રહ્યું છે’.

સાહિલ આનંદની આ પોસ્ટ જોઈને ફેન્સથી લઈને તેના મિત્રો પણ ડરી ગયા છે અને તેની હિંમત વધારી રહ્યા છે. શાર્દુલ પંડિત, અધ્વિક મહાજન, અંજુમ ફકીહ અને અન્ય સેલેબ્સ તેને પોઝિટિવ રહેવાનું કહી રહ્યા છે. ફેન્સ પણ તેને પોતાનું ધ્ચાન રાખવાની મજબૂત રહેવાની સલાહ આપી રહ્યા છે.

સાહિલ આનંદ અને તેની પત્ની રંજિત 14મી એપ્રિલે દીકરાના માતા-પિતા બન્યા હતા. જેનું નામ તેમણે સાહરાજ પાડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here