દેશ પર સામાજિક તણાવ, આર્થિક મંદી અને કોરોનાનું ત્રેવડું સંકટ : મનમોહન સિંહ

0
10

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું છે કે અત્યાર ત્રેવડો ખતરો છે.આ ત્રણ ખતરામા સામાજિક સમરસતા, આર્થિક મંદી અને વૈશ્વિક મહામારી છે. તેમણે કહ્યું કે સમાજમા ફેલાયેલી અશાંતિ અને આર્થિક તબાહી આપણી ઉપજ છે. જયારે કોરોના વાયરસ બીમારી બહારથી આવી છે.

ડો.મનમોહન સિંહે કહ્યું કે મને ગંભીર ચિંતા છે જે જોખમ અને સંકટની આ મજબુત તીકડી ન માત્ર દેશની આત્માને છિન્ન ભિન્ન કરી શકે છે પરંતુ વિશ્વમા આર્થિક અને લોકતાંત્રિક શકિત તરીકે અમારી સ્થિતિને ધુંધળી પણ કરી શકે છે.ડો. મનમોહન સિંહે પોતાના લેખમા દિલ્હીના તોફાનોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે ગત સપ્તાહે દિલ્હીમા જબર જસ્ત હિંસા થઈ હતી જેમાં કોઈ પણ વાંક વિના ૫૦ થી વધારે નાગરિકોનો જીવ જતો રહ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ હિંસા અમારા રાજકીય વર્ગ અને અનિયંત્રિત વર્ગો દ્વારા ફેલાયેલી ધાર્મિક અસહિષ્ણુતાની જવાળાઓથી નીકળી છે.

મનમોહન સિંહે યુનિવર્સીટીઓમા થઈ રહેલી હિંસા તરફ ઈશારો કરતા લખ્યું કે યુનિવર્સીટી પરિસર, જાહેર સ્થળ અને સામાન્ય લોકોને ઘરોમા સાંપ્રદાયિક હિંસાના નિશાન બનાવવામા આવી રહ્યા છે. જે અમને ઈતિહાસના કાળા પન્નાઓની યાદ અપાવે છે.મનમોહનસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે ; કાયદો અને વ્યવસ્થા કાયમ કરનારી સંસ્થાના લોકોની રક્ષાનો પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે. તેની સાથે મીડિયા ન્યાયપાલિકાની સ્થિતિ પર ટીપ્પણી કરતા મનમોહન સિંહે કહ્યું કે ન્યાય ના સંસ્થાન અને લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાએ પણ અમને નિરાશ કર્યા છે.

પૂર્વ વડાપ્રધાને સમાજમા વધતી નફરતની તરફ ઈશારો કરતા લખ્યું કે દેશભરમા સામાજિક તણાવ રોકટોક વિના તેજીથી વધી રહ્યો છે. જેમાં દેશની આત્મા ઘાયલ થઈ રહી છે. આને તેજ રોકી શકે છે કે જેણે આ આગ લગાવી છે. દેશના વર્તમાન હાલત અંગે જણાવતા ડો. મનમોહન સિંહે લખ્યું છે કે એવા સમયે જયારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે ત્યારે સામાજિક તણાવ આ હાલતને વધુ બદતર બનાવશે. તેમણે કહ્યું કે હવે એ સારી રીતે સ્થાપિત થઈ ચુક્યું છે કે ભારતની અર્થ વ્યવસ્થાનું સંકટ હાલ ખાનગી ક્ષેત્રોના રોકાણમા થયેલા ઘટાડાને લીધે છે.રોકાણકારો, ઉદ્યોગપતિ અને નવા નિયોજક નવી યોજના શરુ કરવા તૈયાર નથી તેમજ તે જોખમ ઉઠાવવા નથી માંગતા.

તેમણે કહ્યું કે આર્થિક વિકાસનો આધાર સામાજિક સમરસતા છે. જે અત્યારે સંકટમા છે. મનમોહન સિંહે લખ્યું છે કે જયારે પણ અચાનક હિંસા ભડકવાનો ખતરો સામે ઉભો છે તે ટેક્સ દરોમા બદલાવ, કોર્પોરેટ પ્રોત્સાહન અને છુટછાટ બાદ પણ વિદેશી વ્યવસાયમા રોકાણ કરવા તૈયાર નથી. રોકાણમા કમીનો સીધો મતલબ નોકરીઓ અને આવકમા ઘટાડો જેના લીધે અર્થવ્યવસ્થામા માંગની કમી આવશે. માંગમા કમી આવ્યા બાદ ખાનગી રોકાણ ઘટશે. આ એવું દુષ્ચક્ર છે જેમાં અત્યારે અમારી અર્થવ્યવસ્થા આ સમય ફસાયેલી છે.

મનમોહન સિંહે આગળ લખ્યું છે કે ચીનથી નીકળેલો કોરોના વાયરસ સ્થિતિને વધુ વિકટ કરી રહી છે. તેમજ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેનો ફેલાવ કેટલો થશે અને તેની વિશ્વ પર કેટલી અસર થશે. પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે તેની માટે સંપૂર્ણ તાકાતથી તૈયાર થવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here