Monday, September 20, 2021
Homeસામાજિક કલ્યાણની યોજના; લાભાર્થીઓને સીધા ટ્રાન્સફર કરીને 1.78 લાખ કરોડ બચાવ્યા
Array

સામાજિક કલ્યાણની યોજના; લાભાર્થીઓને સીધા ટ્રાન્સફર કરીને 1.78 લાખ કરોડ બચાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ચલણ ઇ-રૂપી લોન્ચ કરતા જણાવ્યું હતું કે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાંધણ ગેસ સબસિડી, રાશનના નાણા અને અન્ય સામાજિક કલ્યાણની યોજનાઓનું લાભાર્થીઓને સીધા ટ્રાન્સફર કરીને 1.78 લાખ કરોડ બચાવ્યા હતા અને આ રીતે સિસ્ટમના છીંડા ભર્યા હતા.

આમ સરકારે ડીબીટી દ્વારા આટલી જંગી રકમ બચાવી હતી. વડાપ્રધાને આજે ઇ-રૂપીનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરતા આ વાત જણાવી હતી. ઇ-રૂપી વાઉચર આધારિત પેમેન્ટ સોલ્યુશન્સ છે. ઇ-રૂપી દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાય છે. મુંબઈમાં એક મહિલાએ ખાનગી હોસ્પિટલમાં ઇ-રૂપી દ્વારા રસી માટે ચૂકવણી કરી.

આ રીતે તે આ સોલ્યુશનની પહેલી યુઝર બની. આ મહત્ત્વના ડિજિટલ કાર્યક્રમમાં દેશના જુદા-જુદા રાજ્યોના રાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ, રિઝર્વ બેન્કના ગવર્નર અને અન્ય પ્રતિષ્ઠિતોએ હિસ્સો લીધો.

મોદીએ જણાવ્યું હતું કે ફક્ત સરકાર જ નહીં સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈની સારવારમાં કે કોઈના અભ્યાસ માટે અથવા બીજા માટે કામ કરવા કોઈ મદદ કરવા ઇચ્છે છે તો તે રોકડના બદલે ઇ-રૂપી આપી શકશે. તેનાથી તે સુનિશ્ચિત થશે કે તેના દ્વારા આપવામાં આવેલા નાણા તે જ કામમાં લાગશે જેના માટે તેણે નાણા આપ્યા છે. આમ ઇ-રૂપી પર્સનની સાથે પર્પઝ સ્પેસિફિક પણ છે.

ડિજિટલ પેમેન્ટ માટે ઇ-રૂપી કેશલેસ અને કોન્ટેક્ટલેસ ઇન્સ્ટ્રૂમેન્ટ છે. તે ક્યુઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ પર આધારિત ઇ-વાઉચર છે. તેને લાભાર્થીઓના મોબાઇલ પર ડિલિવર કરી શકાય છે.

આ વનટાઇમ પેમેન્ટ સિસ્ટમને યુઝર કોઈપણ કાર્ડ વગર, ડિજિટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ વાઉચરને સર્વિસ પ્રોવાઇડરની જોડે રીડિમ કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ પોતાના યુપીઆઇ પ્લેટફોર્મ પર તેને વિકસાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments