અમદાવાદમાં SOGએ બોગસ ડૉક્ટર પકડ્યો છે. શહેરના વટવા કેનાલ પાસે ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો હતો. ત્યારે હેલ્થ ઓફિસરને સાથે રાખી SOGએ કાર્યવાહી કરી છે.દુકાન ભાડે આપનાર મકાન માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ SOGએ નારોલમાંથી બોગસ ડોકટરની ધરપકડ કરી છે. વટવા કેનાલ નજીક ડીગ્રી વિના દવાખાનું ચલાવતા નઝીરખાન ઉસ્માન ખાન પઠાણ નામના 52 વર્ષીય બોગસ ડોકટરની ધરપકડ કરતા અનેક દર્દીઓ મુજવણમાં મુકાયા છે. હેલ્થ ઓફિસરને સાથે રાખી અમદાવાદ શહેર SOGએ કાર્યવાહી કરી છે. દવાખાનું ચલાવવા માટે દુકાન ભાડે આપનાર મલિક વિરુદ્ધ પણ પોલીસની કાર્યવાહી છે.
દુકાન ભાડે આપી હોવા અંગે પોલીસને જાણ નહીં કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો દુકાન મલિક પર આરોપ છે. અગાઉ માલપુરના પરસોડા ગામેથી અરવલ્લી એસઓજીએ એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત રૂ.17038 ના મુદ્દામાલ સાથે મોડાસાના બોગસ તબીબને ઝડપ્યો હતો. અરવલ્લી એસઓજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સીએફ રાઠોડ અને પોલીસ સ્ટાફના માણસો માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ખાનગી રહે માહિતી મળી હતી કે માલપુરના પરસોડામાં ડિગ્રી વગર દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરી લોકોને ઇન્જેક્શન આપી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ડિગ્રી વગરનો બોગસ તબીબ નરેશ ડાહ્યાભાઈ સુથાર રહે. સુથારવાળા નાગરિક બેંકની બાજુમાં મોડાસાને દવાઓ અને મેડિકલના સાધનો સહિત રૂ.17038ના જથ્થા સાથે મળ્યો હતો. પોલીસે મેડિકલના સાધનો અને દવાઓનો જથ્થો કબજે લઈ બોગસ તબીબ નરેશભાઈ ડાહ્યાભાઈ સુથાર રહે. મોડાસા વિરુદ્ધ ધી ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.