ગાંધીનગર : SOGએ સાત લાખથી વધુની કિંમતના MD ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ

0
0

રાજ્યના પાટનગરમાં MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં નશીલા માદક પદાર્થોના ઉત્પાદન અને વેચાણને રોકવા માટે પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં પોલીસ મહાનિર્દેશક અભય ચુડાસમા અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ગાંધીનગરમાં પણ માદક દ્રવ્યોના ઉત્પાદન અને વેચાણને રોકવા માટે સૂચના આપી હતી. આ સૂચનાને આધારે SOGના પીઆઈ ડી.બી. વાળાએ પોતાની ટીમ સાથે ચોક્કસ બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં 7 લાખની વધુની કિંમતનો એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મળતી વિગત મુજબ, ગાંધીનગર સેક્ટર 2માં SOG પોલીસે રૂપિયા 7.47 લાખની MD ડ્રગ્સની 151 ગોળી જપ્ત કરીને ઋષિક દવે નામના આરોપીની અટકાયત કરી છે. પોલીસની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે જેમાં અમદાવાદમાં મોટેરાના નિહાલ સાલ્વીએ આ મુદ્દામાલ મોકલ્યો હતો. આ ઘટના સંદર્ભે ગાંધીનગર સેક્ટર – 7 પોલીસમાં NDPS હેઠળ ગુનો દાખલ થયો છે.

પોલીસે હાલ તો ₹ 7.47 લાખની બજાર કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ઋષિલ પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતો નિહાલ સાલ્વી નામનું શખ્સ આ ટેબલેટ આપી ગયો હતો અને ત્યારબાદ સેક્ટર 2 વિસ્તારમાં વેચવા માટે ઋષિલ દવે પહોંચ્યો હતો.

ત્યારે હવે આ મામલે પોલીસે અમદાવાદના વોન્ટેડ નિહાલ સાલ્વીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here