સોહેલ ખાનનો 50મો જન્મદિવસ: ઘરના લોકો માનતા ન હોવાથી સીમા સચદેવની સાથે ભાગીને આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા

0
0

સલમાન ખાનનો નાનો ભાઈ સોહેલ 50 વર્ષનો થઈ ગયો છે. 20 ડિસેમ્બર 1969ના રોજ મુંબઈમાં જન્મેલો સોહેલ સલમાન ખાન સાથેની ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’ પણ જોવા મળ્યો હતો. તેમજ ‘લવયાત્રી’ અને ‘દબંગ 3’માં તેમનું સ્પેશિયલ અપિયરન્સ હતું. એક્ટર તરીકે સોહેલની ફિલ્મી કરિયર ખાસ નથી રહી પરંતુ તેમની લવ લાઈફ હંમેશાં ચર્ચામાં રહી છે.

સોહેલે સીમા સચદેવની સાથે લગ્ન કર્યા છે જે થોડા દિવસ પહેલા નેટફ્લિકલની સિરીઝ Fabulous Lives of Bollywood Wivesમાં જોવા મળ્યા બાદ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. સીમા અને સોહેલની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે.

સોહેલે ભાગીને લગ્ન કર્યા હતા
સીમા દિલ્હીની છે. ફેશન ડિઝાઈનિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. આ દરમિયાન સીમા અને સોહેલની પહેલી મુલાકાત થઈ હતી. સોહેલ પ્રથમ નજરે જ સીમાના પ્રેમમાં પડી ગયો હતો. ટૂંક સમયમાં બંનેએ એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. આ કપલ લગ્ન કરવા માગતું હતું. પરંતુ સીમાની ફેમિલી આ લગ્ન માટે તૈયાર નહોતી.

આ દરમિયાન સીમા અને સોહેલે એક મોટો નિર્ણય લીધો. જે દિવસે સોહેલની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા'(1998) રિલીઝ થઈ તે જ દિવસે બંને ઘરેથી ભાગી ગયા અને આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા. બાદમાં તેમના બંને પરિવારોએ આ સંબંધ સ્વીકાર્યો. આ કપલે નિકાહ પણ કર્યા હતા. કપલને બે દીકરા નિર્વાણ ખાન અને યોહાન ખાન છે.

ફેશન ડિઝાઈનર છે સીમા
લગ્ન બાદ સોહેલે સીમાની સાથે મળીને એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ શરૂ કર્યું. જોત જોતામાં સીમા ટીવી શો અને મૂવીની લીડિંગ ફેશન ડિઝાઈનર બની ગઈ. ટીવી સિરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહીં'(2003-07)માં કાસ્ટના કોસ્ચ્યુમ સીમાએ જ ડિઝાઈન કર્યા હતા. આ સિરિયલથી તેમને ઓળખાણ મળી હતી.

સીમાનું ‘બ્રાદ્રા 190’ નામથી એક બુટીક છે. જેને તે સુઝેન ખાન અને મહીપ કપૂરની સાથે મળીને ચલાવે છે. તે ઉપરાંત સીમાનું મુંબઈમાં બ્યુટી સ્પા અને ‘કલિસ્તા’ નામથી સેલૂન પણ છે.

સોહેલે ફિલ્મ મેકરથી કરિયરની શરૂઆત કરી હતી
સોહેલે પોતાની ફિલ્મી કરિયર 1997માં ડાયરેક્ટર તરીકે શરૂ કરી હતી. તેણે પહેલી ફિલ્મ સંજય કપૂર, સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સ્ટારર ‘ઔજાર’ ડાયરેક્ટ કરી હતી. ત્યારબાદ તેણે સલમાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા'(1998) ડાયરેક્ટ કરી હતી.

આ ફિલ્મોથી તેઓ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ મેકર તરીકે સેટ થયા. એક્ટિંગ કરિયરની વાત કરીએ તો 2002માં સોહેલે ‘મેને દિલ તુઝકો દિયા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. સોહેલે અત્યાર સુધી ‘ડરના મના હૈ’, ‘લકીર’, ‘મૈને પ્યાર ક્યોં કિયા’, ફાઈટ ક્લબ, સલામ-એ-ઈશ્ક, હીરોઝ, હૈલો, આર્યન અને કૃષ્ણા કોટેજ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here