અમદાવાદ : વધુ એક આઈશાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત : સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી.

0
11

શહેરમાં બીજી એક આઈશાએ પતિના ત્રાસ અને આડા સંબંધના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મધ્ય પ્રદેશની 24 વર્ષી યુવતી અમદાવદ નોકરી માટે આવી ત્યારબાદ નોકરી પર જ એક યુવક સાથે પ્રેમ થયો અને લગ્ન કર્યા જો કે યુવક પર સ્ત્રી સાથે સંબંધ રાખી યુવતીને મારઝુડ કરી ઘરની બહાર નીકળી જવા માટે દબાણ કરતો હતો. જેથી તંગ આવીને યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીઘો હતો. આ ઘટના બાદ યુવતીના પિતાએ તેના જમાઈના વિરુદ્ધમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

મધ્ય પ્રદેશમાં રહેતા મનીરામ અહિરવાર (ઉ.વ.55)ના પરિવારમાં 3 દિકરી અને બે દિકરાઓ છે. મોટી દિકરી મનીષાને 2017માં અમદાવાદમાં નોકરી મળતા તે એકલી અમદાવાદ રહેવા માટે ચાલી આવી હતી. ત્યારબાદ નોકરીની જગ્યા પર રાહુલ કુશવાહા નામના યુવક સાથે મનીષાની આંખ મળી ગઈ અને એક બીજાને પ્રેમ થઈ ગયો.જેથી બંન્નેએ પરિવારને જાણ કરતા 2020 માં મંદિરમાં ધાર્મિક વિધીથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મનીષા તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. જો કે લગ્ન જીવનમાં મનીષા ખુશ હતી. પરંતુ થોડા સમય બાદ રાહુલને બીજી સ્ત્રી સાથે પ્રેમ થયો હોવોની વાત મનીષાને કરી હતી. જેથી મનીષાએ રાહુલને પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હતી. ત્યારે રાહુલે મનીષા સાથે મારઝુડ કરી ઘરમાંથી નીકળી જવા માટે દબાણ કરતો અને ત્રાસ આપતો હતો. જો કે મનીષાએ તેના માતા-પિતા સહીત ભાઈ બહેનને આ અંગેની જાણ કરી હતી. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે તે મુંગા મોઢે રાહુલો ત્રાસ સહન કરતી રહી હતી. પરંતુ રોજ બરોજની મારઝુડ અને રાહુલ પર સ્ત્રી સાથે રાત્રી રોકાણ કરતો હોય તે મનીષાથી જોવાયુ નહીં અને તેણે તેના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતો હતો. આ અંગેની મનીષાના પિતાને જાણ થતા તેમણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં રાહુલના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

આપઘાત પહેલા તેની બહેને મેસેજ પણ કર્યો હતો

મનીષાએ આપઘાતના બે દિવસ પહેલા તેની બહેન ત્રીવેણીને મેસેજ કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતુ કે, તું મારે જીજાજી મેરે સાથ નહી રહેના ચાહતે હૈ, વો મુજે રોજ મારતે હૈ, મેરે પાસ દો ઓપસન હે યા તો મે મર જાઉ યાતો યહા સે કહી દુર ચલી જાવુ, મે ઘર હી આજાતી હું યહા મુજે નહી રહેના હૈ.

નોકરીનું બાનુ કરી રાત્રે પર સ્ત્રી સાથે રહેતો

ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, રાહુલ મનીષાને જણાવતો કે મારે નોકરીમાં કામ છે જેથી રાત્રે પણ હુ ઘરે નહીં આવુ તેમ જણાવી પર સ્ત્રી સાથે રાત્રી રોકાણ કરતો હતો. એક દિવસ નહીં આ કીસ્સો રોજ બરોજ ચાલવા લાગ્યો હતો. જેથી મનીષાએ રાહુની પુછપરછ કરી ત્યારે રાહુલ તેની સાથે મારઝુડ કરીને ઘરમાંથી જતી રહેવા માટે દબાણ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here