ચીનનો વિરોધ : ચીનનું રોકાણ ધરાવતી કંપની ઝોમેટોના કેટલાક કર્મચારીઓએ નોકરી છોડી, કંપનીની ટી-શર્ટ સળગાવી

0
0

કોલકાતા. ફૂડ ડિલીવરી કંપને ઝોમેટોના કર્મચારીઓએ લદ્દાખના ગલવાનમાં ભારતીય જવાનોની શહીદીને લઈ વિરોધ પ્રદર્શન કર્યો છે. કર્મચારીઓએ ટી-શર્ટ પણ સળગાવી છે. કોલકાતાના બેહાલા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું. કેટલાક કર્મચારીઓએ દાવો કર્યો છે કે તેમણે નોકરી પણ છોડી છે. આ લોકો ઝોમેટોમાં ચીનની કંપની અલીબાબામાં રોકાણનો વિરોધ કરી રહ્યા હતા.

પ્રદર્શનકારીઓએ લોકોને અપીલ કરી છે કે ઝોમેટો પાસેથી ફૂડ ડિલીવરીનો ઓર્ડર ન કરો. વર્ષ 2018માં આન્ટ ફાયનાન્સિયલ (તે અલીબાબાનો હિસ્સો છે)એ ઝોમેટોમાં 210 મિલિયન ડોલર (આશરે રૂપિયા 1588 કરોડ)નું રોકાણ કર્યું અને 14.70 ટકા હિસ્સો હાંસલ કરી લીધો. અન્ય એક વિરોધ પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે અમે ભૂખ્યા મરવા માટે તૈયાર છીએ, એવી કોઈ કંપનીમાં કામ નહીં કરીએ કે જેમાં ચીનની કોઈ કંપનીનું રોકાણ કરવામાં આવેલુ છે.

ઝોમેટોએ અનેક લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા
મે મહિનામાં ઝોમેટોએ કોરોના વાઈરસની સ્થિતિને ટાંકીને 520 કર્મચારીને કાઢી મુક્યા હતા. પ્રદર્શનને લઈ ઝોમેટો તરફથી કોઈ જ નિવેદન આપવામાં આવ્યુ નથી. જો લોકોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા તે લોકો પ્રદર્શનમાં સામેલ હતા કે કેમ તે અંગે કોઈ જાણકારી મળી નથી.

ચીનની કંપનીઓ ફાયદો કમાઈ રહી છે
એક વિરોધ પ્રદર્શન કરનાર વ્યક્તિએ કહ્યું કે એક બાજુ ચીનની કંપનીઓ ભારતમાંથી ફાયદો મેળવી રહી છે અને બીજી બાજુ આપણા સૈનિકો પર હુમલા કરી રહી છે. તે આપણી જમીન પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ હવે સહન નહીં કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here