Saturday, April 20, 2024
Homeબ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાના કેટલાંક ઉપાયો
Array

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાના કેટલાંક ઉપાયો

- Advertisement -

બ્લડ પ્રેસર એક સાયલન્ટ રોગ કહી શકાય તેને નિયંત્રણમાં રાખવું અતિ આવશ્યક છે બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખવાના કેટલાંક ઘરગથ્થુ ઉપાયો અપનાવવાથી રાહત થાય છે. અને એ સમય દરમિયાન તાત્કાલીક ડોકટરની મુલાકાત લઇ શકાય છે.

આદર્શ વજન જાળવો તમે વધુ વજન ધરાવતા હોતો વજન ઘટાડો, વધુ વજન દાઇ બ્લડ પ્રેશર (લોહીનું ઉંચુ દબાણ) નું જોખમ વધારે છે. તો સામાન્ય બ્લડ પ્રેસર જાળવી રાખવા માટે અનેક ઉપાયો છે જે નીચે મુજબ છે.

(૧) કાર્ય શીલ રહો તમારા રોજીંદા જીવનની કેટલીક પ્રવૃતિઓ તમને ચુસ્ત રાખશે.

(ર) બપોરના ભોજનના સમય અથવા રાત્રીના ભોજન બાદ ચાલવાનું રાખો

(૩) લીફટને બદલે દાદરા પગથીયાનો ઉપયોગ કરો

(૪) મીઠુ ઓછુ હોય તેવા ઓછા મસાલાવાળો ખોરાક પસંદ કરો.

ખોરાકમાં સોડીયમ કેટલું છે તેની માહીતી માટે ખોરાક પરના લેબલને તપાસો મીઠા વગરનું અથવા લો સોડીયમ લેબર હોય તેવા ઉત્પાદનો મેળવવા માટે તપાસ કરો, ચીપ્સ, અથાણા, પાપડ, ચટણી જેવી વધુ મીઠાવાળી ચીજ-વસ્તુઓથી દુર રહો, ખોરાકમાં વધારાનું (ઉપરથી) મીઠુ લેવાનું ટાળો, વધુ પડતી ખાંડવાળી મીઠાઇ અને ઠંડા પીણાથી દૂર રહેવાથી ફાયદો થશે.

જો તમે કોઇ બ્લડ પ્રેસરથી પીડાતા હોય તો કોઇપણ પ્રકારની સમસ્યાઓ (કોમ્લીકેશન્સને) ટાળવા માટેની નિયમીત દવાનો ઉપયોગ અતિ આવશ્યક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular