કોરોનાવાયરસ / લોકડાઉન દરમિયાન બે મહિના માટે અમુક ટીવી ચેનલો વિના મૂલ્યે પ્રસારિત થશે

0
22

લોકોને મનોરંજનમાં ખલેલ ન પડે તે માટે અમુક બ્રોડકાસ્ટર્સે નિર્ણય લીધો

નેશનલ ડેસ્ક: કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોને લોકડાઉનમાં મનોરંજનની ખોટ ન રહે તે માટે સોની, સ્ટાર ઝી અને વાયોકોમ કંપનીઓએ નક્કી કર્યું છે કે બે મહિના માટે તેઓ કોઇ પણ પ્રકારના ચાર્જ વિના ચેનલ પ્રસારણ શરૂ રાખશે. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશને શનિવારે તેની જાહેરાત કરી હતી.

એક નિવેદનમાં ફાઉન્ડેશને કહ્યું- સોની દ્વારા સોની પલ, સ્ટાર ઇન્ડિયા દ્વારા સ્ટાર ઉત્સવ, ઝી ટીવીની ઝી અનમોલ અને વાયાકોમ18 કલર્સની બૂકે ચેનલ કલર્સ રિશ્તે આગામી બે મહિના માટે દર્શકો માટે દરેક ડીટીએચ અને કેબલ નેટવર્ક પર ફ્રી રહશે. બ્રોડકાસ્ટિંગ ફ્રેટરનીટી સમજે છે કે ઘરમાં રહેવાના સમયે મનોરંજનથી તેમને રાહત મળશે.