Wednesday, October 20, 2021
Homeએન્ટરટેમેન્ટસો.મીડિયા વાઇરલ : દિવ્યા અગ્રવાલ જોતજોતામાં ‘80 વર્ષનો ડોસો’ બની ગઈ

સો.મીડિયા વાઇરલ : દિવ્યા અગ્રવાલ જોતજોતામાં ‘80 વર્ષનો ડોસો’ બની ગઈ

 

‘બિગ બોસ OTT’ની વિનર દિવ્યા અગ્રવાલની એક તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીર જોયા બાદ ચાહકો કન્ફ્યૂઝ થઈ ગયા છે કે આ દિવ્યા અગ્રવાલ છે? આ તસવીરમાં દિવ્યા સહેજ પણ ઓળખાતી નથી.

ઘરડાં વ્યક્તિની તસવીર વાઇરલ
દિવ્યા અગ્રવાલે તાજેતરમાં જ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં દિવ્યા અગ્રવાલ ઘરડી વ્યક્તિના ગેટઅપમાં જોવા મળે છે. દિવ્યા અગ્રવાલ આગામી વેબ સિરીઝ ‘કાર્ટેલ’માં ઘરડા પુરુષના રોલમાં જોવા મળશે. ‘કાર્ટેલ’ને ઓલ્ટ બાલાજી પ્રોડ્યૂસ કરી રહ્યું છે. તસવીરમાં દિવ્યા અગ્રવાલે મોટાં ચશ્માંની સાથે સફેદ શર્ટ પહેર્યો છે.

તસવીર પોસ્ટ કરી આ વાત કહી
દિવ્યાએ તસવીર પોસ્ટ કરીને કહ્યું હતું, ‘કાર્ટેલ’ જોયા બાદ મારો મૂડ. આ સફળતા પર ઓલ્ટ બાલાજીની પૂરી ટીમને શુભેચ્છા પાઠવવાની તક મળી નથી. શો કમાલનો છે. એકતા કપૂરે મારામાં વિશ્વાસ કર્યો. આ રોલ મારું પેશન તથા સિનેમા પ્રત્યેનો મારો પ્રેમ બતાવે છે. મને નોટિસ કરનારી તમે પહેલી વ્યક્તિ છો. મેકઅપ ચેર પર કલાકો સુધી બેસીને મેં મારું સારું વર્ઝન તૈયાર કર્યું. આભાર ભગવાન. મારા પર હંમેશાં કૃપા વરસાવવા માટે.’

પહેલાં ઘણાં પ્રોજેક્ટમાં કર્યાં છે કામ
1992માં મુંબઈમાં જન્મેલી દિવ્યા અગ્રવાલે જર્નલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી લીધી છે. તેણે ટેરેન્સ લુઇસની ડાન્સ એકેડેમીમાંથી ડાન્સ શીખ્યો હતો અને પછી તેણે પોતાની ડાન્સ એકેડેમી શરૂ કરી હતી. તેણે ઈલેના ડીક્રૂઝ, સની લિયોની તથા શિલ્પા શેટ્ટીને કોરિયોગ્રાફ કર્યા છે. 2010માં દિવ્યાએ પાકિસ્તાની કોરિયોગ્રાફર સાથે મળીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2010ની કોરિયોગ્રાફી કરી હતી.

2015માં દિવ્યાએ કેટલીક બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. તે ‘મિસ નવી મુંબઈ’, ‘ઇન્ડિયન પ્રિન્સેસ પેજન્ટ’ તથા ‘મિસ ટૂરિઝમ ઇન્ટરનેશનલ’ જેવી સ્પર્ધા જીતી છે.

2017માં દિવ્યાએ ‘સ્પ્લિટ્સવિલા 10’માં ભાગ લીધો હતો અને તે રનરઅપ રહી હતી. દિવ્યાએ વેબ સિરીઝ ‘પંચ બીટ’ તથા ‘રાગિની MMS રિટર્ન્સ’માં કામ કર્યું છે. દિવ્યા અગ્રવાલના સંબંધો વરુણ સૂદ સાથે છે. વરુણ સૂદ હાલમાં જ ‘ખતરો કે ખિલાડી’માં જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments