Saturday, September 18, 2021
Homeસોમનાથ : મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂ.3.7 કરોડની વગર વ્યાજની લોનના ચેકનું...
Array

સોમનાથ : મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂ.3.7 કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ

સોમનાથ ખાતે જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત અંતર્ગત નારી ગૌરવ દિવસની રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાઈ હતી. મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂ.3.7 કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરાયેલ હતુ. આ સાથે રૂ.41 લાખના ખર્ચે તૈયાર થયેલા 10 આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતુ.

સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ આપણી સરકારના સૈાના સાથથી સૌના વિકાસની અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે જિલ્લાકક્ષાના નારી ગૌરવ દિવસની ઉજવણી સોમનાથ ખાતે રામમંદીર ઓડીટોરીયમા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂા. 3.7 કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે પ્રાસંગીક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, બહેનોમાં રહેલા કૈાશ્લયનો ઉપયોગ કરી સ્વાવલંબી બને તે હેતુથી મુખ્યમંત્રીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. શાસન વ્યવસ્થાના પાયામાં તમામ વર્ગોનો સમતોલન વિકાસ અને પ્રગતિને પ્રાધાન્ય હોય છે. મુખ્યમંત્રી જનજનના વિકાસ માટે સતત સઘન પરીશ્રમ કરી રહ્યા છે. પુર્વ બિજ નિગમ ચેરમેન રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અન્વયે લાભાર્થી મહિલાને માસીક રૂ.1250ની સહાય ચુકવવામાં આવે છે. રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પબધ્ધ છે.

મંત્રી જયેશ રાદડીયાના હસ્તે વેરાવળ તાલુકાના-૫ અને સુત્રાપાડા તાલુકાના-૫ આંગણવાડી ઓરડાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ મંત્રી અને મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સ્વસહાય જુથની બહેનોને લોન સહાય ચેકનુ વિતરણ કરવામાં આવેલ હતું. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 265 અને શહેરી વિસ્તારમાં 42 સ્વસહાય જુથને મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર અને વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી પીયુશભાઇ ફોફંડીએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર દ્વારા શાબ્દીક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. અંતમા કાર્યક્રમની આભારવિધિ ચીફ ઓફીસર જતીન મહેતાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિમાવતે કર્યું હતું. જિલ્લા કલેકટરરાજદેવસિંહ ગોહીલ, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, નગરપાલિકા-તાલુકા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments