Birth Day : તિહાડમાં બંધ ચિદમ્બરમને દીકરા કાર્તિનો પત્ર, મોદીની 56ની છાતી અને કાર્યકાળના 100 દિવસની મજાક ઉડાવી

0
28

નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનો આજે 74મો જન્મ દિવસ છે. પી ચિદમ્બમરને આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં રહેશે. આજે પી. ચિદમ્બમરના જન્મ દિવસે તેમના દીકરા કાર્તિએ તેમને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જન્મ દિવસની શુભેચ્છાઓ આપવાની સાથે સાથે કાર્તિએ ચિદમ્બરમને મોદી સરકાર પર પ્રહાર કરતાં ઘણાં મુદ્દાઓ પણ લખ્યા છે. પત્રની શરૂઆતમાં કાર્તિએ ચિદમ્બરમને કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ અને પીએમ મોદીની ‘56 ઈંચની છાતી’ વિશે આકરા પ્રહાર કર્યા છે.

પત્રમાં ઈસરોના ચંદ્રયાન-2ના લેન્ડિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાર્તિએ પત્રમાં પીએમ મોદીએ ઈસરો પ્રમુખ સિવનને ગળે ભેટ્યા હતા તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં તેમણે આ વાતને ડ્રામા ગણાવી છે. તે સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના આઈનસ્ટાઈ વાળા નિવેદનની પણ મજાક ઉડાવી છે. હકીકતમાં તાજેતરમાં જ પીયૂ ગોયલે ગુરુત્વાકર્ષણની શોધનો ઉલ્લેખ કરતી વખતે અલ્બર્ટ આઈનસ્ટાઈનનું નામ લીધું હતું.

 

આર્થિક મંદી અને કાશ્મીર મુદ્દા વિશે પણ કાર્તિ ચિદમ્બરમે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકા થયા વિશે પણ તેમણે નાણાંમંત્રી નિર્મલા સીતારમણમે ટાર્ગેટ કર્યા છે. આ સિવાય તેમણે પત્રમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી)ની નિંદા કરી છે. પત્રમાં કાર્તિએ કાશ્મીર મુદ્દે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

કાર્તિએ તેમના પિતાને જે પત્ર લખ્યો છે તેમાં હોંગકોંગમાં ત્રણ મહિના સુધી યુવકોએ કરેલા જબરજસ્ત પ્રદર્શન પછી ચીન સરકારના ઝૂકવાના અને વિવાદાસ્પદ પ્રત્યર્પણ બિલને પરત લેવાની પણ માહિતી આપી છે. તે સાથે જ પત્રમાં રાફેલ નડાલ યુએસ ઓપનમાં રશિયન ખેલાડી ડૈની મેડવેડેવને હરાવવાની પણ માહિતી આપી છે. આ ઘટનામાં નડાલે જે રીતે તેના વિરોધી ખેલાડી સાથે હાથ મીલાવ્યા તે તેની સભ્યતા તરફ ઈશારો કરે છે.

નોંધનીય છે કે, આઈએનએક્સ મીડિયા મામલે પી ચિદમ્બરમ તિહાડ જેલમાં બંધ છે. આ મામલે આગામી સુનાવણી રાઉઝ એવન્યૂ કોર્ટમાં 19 સુપ્ટેમ્બરે અને દિલ્હી હાઈકોર્ટમાં 23 સપ્ટેમ્બરે થવાની છે. પી. ચિદમ્બરમના વકીલોને આશા છે કે, હાઈકોર્ટથી તેમને આ મામલે જામીન મળી જશે. જોકે ત્યારપછી ઈડી ટૂંક સમયમાં જ આઈએનએક્સ મીડિયા કેસમાં તેમની ધરપકડ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here