ધો.૧૦નું પરિણામ આ વર્ષે ઉચું જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. શહેરમાં ફૂડની ડીલીવરી કરતા પિતાના પુત્રએ ૯૯.૯૮ પી.આર. મેળવી સ્વપ્નો સાકાર કર્યા છે. તેના વગર સ્વામિનારાયણ ગુરૂકુળના ૧૯૧ વિદ્યાર્થી એ-૧ અને ૩૦૮ છાત્ર એ-૨ ગ્રેડ મેળવ્યો છે. તો શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવેલ છે.શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી.નું પરિણામ રેકોર્ડ બ્રેક જાહેર કર્યું છે.
ત્યારે ભાવનગર સ્વામિનારાયણ ગુરૂકુળો પ્રથમ ચૂંડાસમા જેના પિતા રાયસંગભાઇ ઝોમેટોમાં ફૂડની ડિલીવરી કરે છે. આવી સામાન્ય સ્થિતિ વચ્ચે પણ ધો.૧૦માં ૯૯.૯૮ પી.આર. મેળવી પિતાના સપનાને સાકાર કર્યા છે. જે જેઇઇ ક્લિયર કરી આઇ.આઇ.ટી.માં જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તો પોતાની તૈયારી બાબતે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, કેટલું વાચવું તેના કરતા કેવું વાચવું તે મહત્વનું છે. સાત કલાકની મહેનતથી વર્ષ દરમિયાન સમગ્ર કોર્ષનું છ વખત આત્મવિશ્વાસ સાથે રીવિઝન કર્યું હતું. તો શાળાના વિવિધ ટેસ્ટ અને હેતુલક્ષોનો ટેસ્ટ રાઉન્ડ પણ ફળદાયી સાબિત થયો હતો.સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ ભાવનગરનું પરિણામ ૧૦૦% રહ્યું છે. જેમાં સમગ્ર જિલ્લામાં એ-૧ ગ્રેડમાં કુલ ૧૫૭૫ વિદ્યાર્થીઓ પૈકી ૧૯૧ વિદ્યાર્થીઓ અને એ-૨ ગ્રેડમાં સંસ્થાના ૩૦૮ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પર મકવાણા નંદની યોગેશભાઈ રહ્યાં કે જેઓએ ૯૯ ટકા અને ૯૯.૯૯ પી.આર. ની મેળવ્યાં સાથે વાળા સૂર્યદીપસિંહ દિલીપસિંહ ૯૮.૩૩ ટકા અને ૯૯.૯૯ પી.આર.ની મેળવી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. ૯૯.૦૦ % પી.આર.નીથી વધુ ૭૪ વિદ્યાર્થીઓ, ૯૯.૦૦% પી.આર.ની થી વધુ ૧૪૩ વિદ્યાર્થીઓ ૯૦.૦૦% પી.આર.ની થી વધુ ૪૦૭ વિદ્યાર્થીઓ ગુરુકુળના રહ્યાં. સાથે જ ૯૫% થી વધુ ગુણ પ્રાપ્ત કરતાં ૫૬ વિધાર્થીઓ ગુરુકુળના રહ્યાં. ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરતા કુલ ૭૭ વિધાર્થીઓ ગુરુકુળના રહ્યાં. જેમાં ગણિતમાં ૪૫, વિજ્ઞાનમાં ૦૭, સામજિક વિજ્ઞાનમાં ૦૬ અને સંસ્કૃત વિષયમાં ૧૯ વિદ્યાર્થીઓએ પૂરાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા હતા.