Sunday, February 16, 2025
Homeસોનાક્ષી સિન્હા પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ, નિવેદન લેવા ઘરે પહોંચી...
Array

સોનાક્ષી સિન્હા પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ, નિવેદન લેવા ઘરે પહોંચી પોલીસ

- Advertisement -

મુંબઈ,

બોલીવૂડની એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા કોઈના કોઈ કારણોથી ચર્ચામાં છવાયેલી રહે છે. ત્યારે વધુ એકવાર તે ચર્ચામાં આવી છે.સોનાક્ષીને 13 સપ્ટેમ્બર 2018 ના રોજ એક સ્ટેજ શોમાં પરફોર્મ કરવાનું હતું. સોનાક્ષી પર આરોપ છે કે તેને 24 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. પરંતુ સોનાક્ષી આ ઇવેન્ટમાં પહોંચ્યા નહોતી. ત્યારબાદ તે પર ચીટિંગની એફઆઈઆર ઉત્તરપ્રદેશમાં નોંધવામાં આવી હતી.

મોરાદબાદ પોલીસ આ કેસને લઈને સોનાક્ષી સિન્હાના સ્ટેટમેન્ટ માટે મુંબઈ પહોંચી છે. સોનાક્ષી જુહુ વિસ્તારમાં રહે છે. તેથી મોરાદબાદની ટીમમાં આ મામલે જુહુ પોલીસ સ્ટેશનની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે પોલીસવાળા સોનાક્ષીની ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ત્યાં હાજર નહોતી, તેથી પોલીસે તેના ઘરેથી પાછી ફરી. મોરાદાબાદ પોલીસની ટીમ હજુ પણ મુંબઈમાં સોનાક્ષી સિન્હાના નિવેદનની રાહ જોઈ રહી છે. અહેવાલ મુજબ, આ ટીમ એક વાર ફરી સોનાક્ષીથી મળવા જઈ શકે છે.

જો કે, સોનાક્ષી સિન્હાના મેનેજમેન્ટનું કહેવું છે કે એક્ટ્રેસની સામે લગાવેલા બધા જ આરોપો ખોટા છે અને આ બધા તેમની છાપને ખરાબ કરવા માટે કરવામાં અવી રહ્યું છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સોનાક્ષી સિન્હા ફિલ્મ ‘કલંક’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, માધુરી દિક્ષિત અને આદિત્ય રાય કપૂર જેવા તારો જોવા મળ્યા હતા. આ ઉપરાંત સોનાક્ષી તેની ફિલ્મ ‘ખાનદાની શફાખાના’એ લઈને ચર્ચામાં છે, સોનાક્ષીનો આ ફિલ્મમાં ખુબ જ અલગ કિરદાર છે અને તે આ ફિલ્મમાં સેક્સ ક્લીનિક ચલાવતી જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular