સોનાક્ષી સિન્હા નહી મનાવી શકે રક્ષાબંધન, સૌથી મોટું કારણ આવ્યું સામે

0
45

હાલ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. અજય દેવગન અને સંજય દત્તાની ફિલ્મ ભુજની શુટિંગ શરૂ કર્યા બાદ તેને ખાનદાની શફાખાના અને મિશન મંગલના પ્રમોશન શૂટ માટે બ્રેક લીધો હતો. હવે તેને રાજસ્થાનમાં સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ફિલ્મનો જોઇન કરવાની છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી આ વખતે રક્ષાબંધનનો તહેવાર તેના ભાઇ સાથે સેલિબ્રેટ કરી શકશે નહીં.

સોનાક્ષી સિન્હાના બે મોટા ભાઇ છે. જેનું નામ લવ અને કુશ છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યસ્ત શેડ્યુલ હોવાના કારણે આ વખતે તે તેના ભાઇઓની સાથે મુંબઇમાં રક્ષાબંધન સેલિબ્રેટ કરી શકશે નહીં. રિપોર્ટ અનુસાર સોનાક્ષી હાલ ભુજ: ધ પ્રાઇડની શુટિંગ પુરી કરી છે. આ દરમિયાન તેને ખાનદાની શફાખાનાના પ્રમોશન માટે ઑફ લીધો હતો. આ વચ્ચે તે મંગલ મિશનના પ્રમોશનમાં પણ સામેલ થઇ હતી. હવે તે દિલ્હીથી જયપુર માટે રવાના થશે ત્યાં તે દબંદ 3ના આગામી શેડ્યુલની શુટિંગ કરશે.

રિપોર્ટ અનુસાર, રાજસ્થાનમાં દબંગ3ના ત્રીજા શેડ્યુલની શુટિંગ થશે. સલમાન અને સોનાક્ષી થોડાક અઠવાડિયા સુધી ત્યાં શૂટ કરશે. મહેશ માંજરેકરની પુત્રી સાઇ માંજરેકર પણ ફિલ્મની ટીમને જોઇન કરશે. આ સમયે સોનાક્ષીની પાસે પર્સનલ વસ્તુઓ માટે બિલકુલ પણ સમય નથી.

જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા ગત વખત ખાનદાની શફાખાનામાં નજરે પડી હતી તેમા તેને સેક્સોલૉજિસ્ટનો રોલ ભજવ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઇ ખાસ કમાલ કરી શકી નહીં. હવે તેની આગામી ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે. તેમા તે એક સાયન્ટિસ્ટની ભૂમિકામાં નજરે પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here