ફર્સ્ટ લુક : ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો સોનાક્ષી સિન્હાનો ફર્સ્ટ લુક રિલીઝ, સત્ય ઘટના પર આધારિત આ મલ્ટિસ્ટારર ફિલ્મ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે

0
6

અજય દેવગણ બાદ ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો સોનાક્ષી સિન્હાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ડિરેક્ટર રાઇટર અભિષેક દુધૈયાની આ ફિલ્મને ટી સિરીઝે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ 1971ના ઈન્ડો-પાક યુદ્ધની સત્ય ઘટના પર આધારિત છે. સોનાક્ષી સામાજિક કાર્યકર સુંદરબેનના રોલમાં છે જેમણે તે સમયે અન્ય 299 સ્થાનિક મહિલાઓ સાથે મળીને ઇન્ડિયન આર્મીની મદદ કરી હતી.

ફિલ્મ વિંગ કમાન્ડર વિજય કર્ણિક અને ગુજરાતનાં માધાપુરની 300 સ્થાનિક મહિલાઓની બહાદુરીની સ્ટોરી છે જેમણે 1971ના ઈન્ડો-પાક યુદ્ધમાં ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ફિલ્મનો અજય દેવગણનો સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થઇ ચૂક્યો છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ

ફિલ્મમાં સંજય દત્ત રણછોડદાસ સવાભાઈ રબારી જેને પગી તરીકે ઓળખવામાં આવે છે તેના રોલમાં છે. સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતી મદ્રાસ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલના પાત્રમાં છે જે વિઘાકોટ ચોકી પર તૈનાત હતા અને 1971ના ઈન્ડો-પાક યુદ્ધમાં લડ્યા હતા. પંજાબી સ્ટાર એમી વિર્ક ફાઈટર પાઇલોટના રોલમાં છે.

ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની હોમ ડિલિવરી 

ડિઝની પ્લસ હોટસ્ટાર પ્લેટફોર્મ પર એક સાથે 7 ફિલ્મ્સનું અનાઉન્સમેન્ટ થયું હતું. આ લિસ્ટમાં ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, લૂટકેસ, દિલ બેચારા, ધ બિગ બુલ, લક્ષ્મી બોમ્બ, ખુદાહાફિઝ અને સડક 2 સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here