સોનાલી ફોગાટને પતિની આવી યાદ : રડતાં રડતાં કહ્યું- તેમના અવસાન બાદ અનેક રાતો સૂઈ નહોતી શકી

0
10

હરિયાણા ભાજપ નેતા તથા એક્ટ્રેસ સોનાલી ફોગાટ હાલમાં ‘બિગ બોસ 14’માં જોવા મળે છે. હાલના જ એક એપિસોડમાં સોનાલી પતિ સંજય ફોગાટની વાત કરતાં કરતાં રડી પડી હતી. 2016માં સંજય ફોગાટ શંકાસ્પદ હાલતમાં પોતાના ફાર્મહાઉસમાં મૃત મળી આવ્યો હતો.

સાસુએ રાજકારણમાં આગળ વધવાની સલાહ આપી

સોનાલી ‘બિગ બોસ’ના ઘરમાં રાહુવ વૈદ્ય સાથે વાત કરતી હતી. વાતચીતમાં સોનાલીએ કહ્યું હતું કે તે જૂનવાણી પરિવારમાંથી આવે છે, જ્યાં મહિલાઓ ઘરની બહાર નીકળે એ મોટી વાત છે. તે ઘણાં વર્ષો સુધી રડતી રહેતી હતી અને તેની અસર આંખો પર પણ પડી છે. તે આ બધું કામ કરવા માગતી નહોતી. જોકે, તેની સાસુએ તેને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે જ તેને રાજકારણમાં આગળ વધવાની તક આપી હતી, કારણ કે તેના પતિ ઈચ્છતા હતા કે તે રાજકારણમાં આગળ આવે.

‘હું તેમના દરેક સપના પૂરા કરી રહી છું’

સોનાલીએ રડતાં રડતાં કહ્યું હતું કે પતિના અવસાન બાદ તે અનેક રાતો સુધી સૂતી નહોતી. આજે પણ જ્યારે તે ફાર્મહાઉસ જાય છે તો રૂમ, પલંગમાંથી ઊભા થવાનું મન થતું નથી. તે તેમના દરેક સપના પૂરા કરવાનો પ્રયાસ કરે છે.

સોનાલીને રડતી જોઈને રાહુલ મહાજન, જાસ્મિન ભસીન તથા એલી ગોનીએ સાંત્વના આપી હતી. રાહુલ વૈદ્યને આ બધી વાતો ના કરવાનું કહ્યું હતું. જોકે, સોનાલી ચૂપ થવાનું નામ લેતી નહોતી. ત્યારે એલીએ તેને કહ્યું હતું કે ‘બિગ બોસ’ના ઘરમાં તે એકલી નથી, તમામ સ્પર્ધકો તેની સાથે છે.

પતિના મોત બાદ અસલીયત જોવા મળી

‘બિગ બોસ’ના ઘરમાં આવ્યા પહેલાં સોનાલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે પતિનું મોત થયું ત્યારે તેને લોકોની સચ્ચાઈ તથા મહિલાઓ પ્રત્યે તેમના દૃષ્ટિકોણની ખબર પડી. જો મહિલા સારી દેખાતી હોય અને એકલી હોય તો તેને જીવવાની પરવાનગી નથી. તેને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. તેના વિશે ખોટી વાતો કહેવામાં આવે છે. લોકો તમને ઘરે બેસાડવા તથા તમારો ફાયદો ઉઠાવવા માટે ગમે તે હદે જવા તૈયાર થઈ જાય છે. પતિના મોત બાદ તેને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here