સોનાલિકાએ માર્ચ 2021માં કુલ 13,093 ટ્રેક્ટર વેચ્યાં, 2020ની તુલનામાં 135% વધારે

0
2

સોનાલિકાએ માર્ચ 2021માં કુલ 13,093 ટ્રેક્ટર વેચ્યાં હતાં, જે માર્ચ 2020ની તુલનામાં 135% વધારે છે. કંપનીએ છેલ્લાં 11 મહિનામાં 1 લાખથી વધુ ટ્રેકટરો વેચ્યા છે. એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન કંપનીએ કુલ 1,39,526 ટ્રેક્ટર વેચ્યાં, જે એપ્રિલ 2019થી માર્ચ 2020 સુધીમાં 41.6% વધારે છે.

સોનાલિકાએ ફેબ્રુઆરી 2021માં કુલ 11,821 ટ્રેક્ટર વેચ્યાં હતાં. જ્યારે, ફેબ્રુઆરી 2020માં કંપનીએ કુલ 9,650 ટ્રેક્ટર વેચ્યાં હતાં.

કંપનીએ જાન્યુઆરી 2021માં કુલ 10,158 ટ્રેક્ટર વેચ્યાં, જે જાન્યુઆરી 2020ની તુલનાએ 34%નો વધારો છે. તેમજ, લોકલ માર્કેટમાં કંપનીએ જાન્યુઆરી 2021માં 8,154 ટ્રેક્ટર વેચ્યાં, જે જાન્યુઆરી 2020ની તુલનામાં 46% વધારે છે.

ભારતનું પહેલું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર

સોનાલિકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશનું પહેલું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કર્યું હતું. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 5.99 લાખ રૂપિયા રાખી છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનું નામ ઇ-ટાઇગર ઇલેક્ટ્રિક છે. તેની ટોપ સ્પીડ 24.93 kmph છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે, જે યુરોપમાં બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here