સોનમ કપૂરે સ્કોટલેન્ડમાં અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું, અંધ પોલીસ ઓફિસરના રોલમાં દેખાશે

0
11

સોનમ કપૂરે ગ્લાસગો, સ્કોટલેન્ડમાં તેની અપકમિંગ ફિલ્મ ‘બ્લાઇન્ડ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ આ જ નામની બનેલી હિટ કોરિયન એક્શન થ્રિલરની હિન્દી રીમેક છે. આમાં સોનમ સાથે પૂરબ કોહલી અને વિનય પાઠક પણ લીડ રોલમાં જોવા મળશે.

બ્લાઇન્ડ ફિમેલ કોપ પર આધારિત

‘બ્લાઇન્ડ’ એક એવી મહિલા પોલીસ ઓફિસરની સ્ટોરી પર આધારિત છે, જેની કાર દુર્ઘટનામાં આંખોની રોશની જતી રહી છે. તે પોતાની અંદર અલગ સેન્સ ડેવલપ કરીને એક પોલીસ કેસમાં મદદ કરે છે. આ ફિલ્મનું ડિરેક્શન શોમ મખીજા કરી રહ્યા છે.

તરણ આદર્શે જાણકારી આપી

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું, ‘સોનમ કપૂરની ક્રાઇમ થ્રિલરનું શૂટિંગ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં શરૂ. સિરિયલ કિલરની શોધમાં એક અંધ પોલીસ ઓફિસરની સ્ટોરી.’

ફ્લોપ ફિલ્મથી કરિયરની શરૂઆત થઇ હતી

સોનમની પહેલી ફિલ્મ ‘સાંવરિયા’ ફ્લોપ રહી હતી પણ તે નિરાશ થવાને બદલે મહેનત કરતી રહી. ત્યારબાદ સોનમ ‘દિલ્હી 6’, ‘રાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘નીરજા’, ‘પેડમેન’, ‘વીરે દી વેડિંગ’ અને ‘સંજુ’ જેવી ફિલ્મોમાં દેખાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here