નાગરિકતા કાનૂન મુદ્દે લોકોને ભ્રમિત કરી રહ્યા છે સોનિયા ગાંધી : નિર્મલા સીતારામન

0
8

નવી દિલ્હી,તા. 21 : નાગરિકતા કાનૂન પર સોનિયા ગાંધી લોકોને ભ્રમિત કરી રહ્યા હોવાનો આક્ષેપ કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામને કર્યો છે. સીતારામને પ્રદર્શનકારીઓને આ કાયદો વાંચવા અને જરુરત પડવા પર સ્પષ્ટીકરણ માંગવાનું જણાવ્યું છે.

નાણામંત્રીએ પ્રદર્શનકારીઓને એમ પણ જણાવ્યું કે તે એવી તાકાતોથી બચે જે તેમને ભ્રમિત કરી રહી છે અને દેશોમાં નાગરિકો વચ્ચે હિંસા અને ડર ફેલાવી રહી છે. તેમણે કોંગ્રેસ તૃણમુલ અને આમ આદમી પાર્ટીની સાથે સાથે લેફટ પાર્ટીઓ પણ સંશોધિત નાગરિકતા કાનૂન અને એનઆરસીને આપસમાં જોડીને ડર પેદા કરી રહી છે, જ્યારે એનઆરસી હજુ સુધી તૈયાર પણ નથી થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here