સોનિયા ગાંધીએ કહ્યુ, સરકારે કોરોના માટે જરુરી ઉપકરણો અને દવાઓ પર લગાડાતો જીએસટી હટાવી દેવો જોઈએ

0
2

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઈને ચર્ચા કરવા માટે આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની એક બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, સરકારે કોરોના માટે જરુરી ઉપકરણો અને દવાઓ પર લગાડાતો જીએસટી હટાવી દેવો જોઈએ. કોરોના વાયરસ સંક્રમણને રોકવા જો સરકાર આકરા પ્રતિબંધો લગાડે તો સાથે સાથે સરકારે ગરીબોને દર મહિને 6000 રુપિયાની મદદ કરવી જોઈએ.

તેમણે કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણના આ મુશ્કેલ સમયમાં પોતાની ફરજ બજાવી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને બીજા કર્મચારીઓે કોંગ્રેસ સલામ કરે છે. દેશમાં સંખ્યાબંધ જગ્યાએ રસી, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત છે પણ સરકાર મૌન ધારણ કરીને બેઠી છે.

સરકારે પોતાની પોલિસી પર ફરી વિચાર કરવો જોઈએ અને રસીકરણની વય મર્યાદાને 25 વર્ષ કરવી જોઈએ. ઉપરાંત અસ્થમા, ડાયાબિટિસ અને કિડની જેવી બીમારીઓથી પિડાતા કોઈ પણ ઉંમરના લોકોને કોરોનાની રસી લેવાની છુટ આપવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here