સોનુ નિગમની ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારને ધમકી, ‘મારું મોઢું ના ખોલાવીશ નહીંતર મરીના કુંવરનો વીડિયો પોસ્ટ કરી દઈશ’

0
0

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી બોલિવૂડમાં કેમ્પ તથા નેપોટિઝ્મને લઈ સવાલ ઊભા થયા છે. સુશાંતના નિધન બાદ સિંગર સોનુ નિગમે હાલમાં જ એક નવો વીડિયો શૅર કર્યો છે. આ પહેલાં સોનુ નિગમે પોતાના વીડિયોમાં કહ્યું હતું કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ માફિયા છે. તેઓ યંગ સિંગર્સ પર દબાણ કરતા હોય છે. આવામાં મ્યૂઝિક કમ્પોઝર, ગીતકાર કે સિંગરના સુસાઈડના ન્યૂઝ આવી શકે છે. સોનુ નિગમે પોતાના લેટેસ્ટ વીડિયોમાં ટી સીરિઝના માલિક ભૂષણ કુમાર પર નિશાન સાધ્યું છે.

સોનુ નિગમે શું કહ્યું?

સોનુ નિગમે કહ્યું હતું, ‘લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. મેં કોઈનું નામ નહોતું લીધું અને ઘણાં જ પ્રેમથી કહ્યું હતું કે તમે લોકો નવા લોકો સાથે પ્રેમથી રહો. સુસાઈડ થયા બાદ રડવું એના કરતાં પહેલાં જ માહોલ સુધારી લેવામાં આવે. જોકે, આ માફિયા છે અને તેઓ માફિયાની ચાલ જ ચાલશે. તેમની તો આ આદત છે. તેમણે છ મહાન લોકોને કહ્યું છે કે તેઓ મારા વિરુદ્ધ બોલે. મેં હજી સુધી કોઈનું નામ લીધું નથી પરંતુ મારું નામ લેવામાં આવી રહ્યું છે.’

https://www.instagram.com/tv/CBuhzliheli/?utm_source=ig_embed

સોનુએ આગળ કહ્યું હતું, ‘આમાંથી કેટલાંક તો એવા છે, જે મારા નિકટના છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી મને આ વાત કરતાં આવ્યા છે. જોકે, હવે તેમણે કંઈક અલગ જ વાત કરવી પડે છે, આમાંથી એક તો સગો ભાઈ છે, જેણે દોઢ વર્ષ પહેલાં ટ્વિટર પર કહ્યું હતું કે જો મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં એકતા હોત તો સીન કંઈક અલગ જ હોત, કારણ કે દેશના દરેક મ્યૂઝિશિયનને હેરાન કરવામાં આવે છે, કારણ કે તેમને એ નથી કરવા દેવામાં આવતું, જે તેઓ કરવા ઈચ્છે છે. આ તેની ભાષા છે. આજથી થોડાં સમય પહેલાંની. ખરી રીતે, અહીંયા જ માણસ માર ખાય છે, કારણ કે ખોટો વ્યક્તિ ખોટી ચાલ ચાલે છે.’

ભૂષણ કુમારને લઈ સોનુ નિગમે આ વાત કહી

સોનુ વીડિયોમાં છેલ્લે ભૂષણ કુમાર અંગે વાત કરે છે. સોનુ નિગમે કહ્યું હતું, ‘ભૂષણ કુમાર, હવે તો તારું નામ લેવું જ પડશે અને હવે તું ‘તું’ને જ લાયક છો. તે ખોટા માણસ સાથે પંગો લીધો છે. સમજ્યો. તું એ ટાઈમ ભૂલી ગયો, જ્યારે તું મારા ઘરે આવીને ‘ભાઈ, મારા આલ્બમમાં કામ કરી દો, ભાઈ ‘દીવાના’ કરી દો. ભાઈ મને સહારાશ્રી સાથે મુલાકાત કરાવો, સ્મિતા ઠાકરે સાથે મળાવો, ભાઈ બાળ ઠાકરે સાથે મુલાકાત કરાવ…ભાઈ અબુ સાલેમથી બચાવી લો..યાદ છે ને? અબુ સાલેમથી બચાવી લો….ભાઈ, અબુ સાલેમ ગાળો આપી રહ્યો છે. યાદ છે ને આ બધી વાતો કે નહીં? હું તને કહી રહ્યો છું કે હવે તું મારું મોં ના ખોલાવીશ…બસ..તે ખોટા વ્યક્તિ સાથે બાથ ભીડી છે..’

સોનુએ અંતમાં કહ્યું હતું, ‘મરીના કુંવર યાદ છે કે નહીં, મરીના કુંવર? તે શું બોલી હતી અને કેમ બેકઆઉટ થઈ? મને નથી ખબર પરંતુ મીડિયાને બધો જ ખ્યાલ છે. માફિયા આ રીતે ફંક્શન કરે છે. તેનો વીડિયો મારી પાસે પડ્યો છે. જો હવે તે મારી સાથે પંગો લીધો તો તેનો વીડિયો હું મારી યુ ટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરીશ અને ધૂમધામથી નાખીશ. મારું મોઢું ના ખોલાવીશ. બસ.. હવે.’ ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જ્યારે ભારતમાં MeToo મૂવમેન્ટ ચાલી હતી ત્યારે મરીનાએ ભૂષણ કુમાર તથા ડિરેક્ટર સાજીદ ખાન પર યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો. મરીના ટીવી એક્ટ્રેસ તથા મોડલ છે. તેણે આજ તક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભૂષણ કુમારે વીડિયોમાં કામ અપાવવાના બહાને ઘરે બોલાવી હતી અને તેની સાથે ખોટું કામ કર્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here