સોનુ સૂદે જન્મદિવસ પર શ્રમિકોને ગિફ્ટ આપી, ત્રણ લાખ નોકરીઓ માટે કરાર કર્યો

0
4

મુંબઈ. બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો 30 જુલાઈના રોજ 47મો જન્મદિવસ છે. સોનુ સૂદે પોતાનો જન્મદિવસ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. સોનુ સૂદે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તે હવે પર-પ્રાંતીય શ્રમિકોને રોજગારી પૂરી પાડશે. આ સાથે જ તેણે આસામ તથા બિહારમાં પૂરગ્રસ્ત લોકોની મદદ પણ કરશે.

શું ટ્વીટ કરી?

સોનુ સૂદે ટ્વીટ કરી હતી, મારા જન્મદિવસ પર મારા પ્રવાસી ભાઈઓ માટે http://PravasiRojgar.com પર ત્રણ લાખ નોકરીઓ માટે મારો કરાર. આ તમામને સારો પગાર, PF, ESI તથા અન્ય લાભ મળશે. AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea તથા અન્ય તમામનો આભાર. આ જ ટ્વીટ સાથે સોનુ સૂદે આસામ તથા બિહારના પૂરગ્રસ્ત વિસ્તારો માટે ખાસ સેવા શરૂ કરી છે.

મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે

સોનુ સૂદે મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ નોકરીની તકો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂરને કારણે બિહાર તથા આસામના અનેક લોકો પ્રભાવિત થયા છે. સોનુ સૂદ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યો છે.

હાલમાં વિવિધ રીતે મદદ કરી હતી

લૉકડાઉન દરમિયાન સોનુ સૂદે મિત્ર નીતિ ગોયલની મદદથી હજારો પર-પ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડ્યા હતા. આ ઉપરાંત સોનુ સૂદે હાલમાં જ ખેડૂતને ટ્રેક્ટર આપ્યું હતું અને એક સોફ્ટવેર એન્જિનિયર યુવતીને નોકરી અપાવી હતી.

કપિલના શોમાં જોવા મળશે

લૉકડાઉન બાદના ‘ધ કપિલ શર્મા શો’ના પહેલા એપિસોડમાં સોનુ સૂદ પહેલો સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોવા મળશે.

ઈઝરાયલના ચાહકે ‘સોનુ સૂદ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું

સોનુ સૂદના ઈઝરાયલના એક ચાહકે ‘સોનુ સૂદ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું છે, જેમાં ઈઝરાયલની એક જાણીતી ચેનલ પર આખો દિવસ સોનુ સૂદની હિટ ફિલ્મ બતાવવામાં આવશે.

સોનુ સૂદે 60થી વધુ ફિલ્મમાં કામ કર્યું

સોનુ સૂદે 6 ભાષાની 60થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. સોનુ સૂદને જ્યારે ફિલ્મ ફેસ્ટિવલ અંગે ખબર પડી તો તેણે કહ્યું હતું, ‘મને આ જાણીને ઘણો જ આનંદ થયો. મારા જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે ઈઝરાયલના મારા ચાહકો આ આયોજન કરી રહ્યાં છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ મને ઘણો જ પ્રેમ મળ્યો.’ સોનુ સૂદના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ‘સિમ્બા’, ‘હેપી ન્યૂ યર’, ‘દબંગ’, ‘કુંગ ફૂ યોગા’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here