Saturday, September 25, 2021
Homeસોનૂ સૂદને સ્પેશિયલ ઓલ્મપિક મૂલમેન્ટનો બ્રાન્ડ એમ્બ્સેડર બનાવામાં આવ્યો
Array

સોનૂ સૂદને સ્પેશિયલ ઓલ્મપિક મૂલમેન્ટનો બ્રાન્ડ એમ્બ્સેડર બનાવામાં આવ્યો

કોરોના મહામારી દરમિયાન સોનૂ સૂદે લોકોને મદદરૂપ થવામા અગ્રેસર રહ્યો હતો. પરિણામે તેને મસીહાનું ઉપનામ પણ મળ્યું હતું. અભિનેતાને ભલે ફિલ્મોમાં લોકપ્રિયતા નથી મળી પરંતુ પોતાના સદકાર્યોને કારણે ઘરઘરના પરિવારોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સોનૂએ હાલમાં જ પોતાનો ૪૮મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ જ દિવસ, તેને એક ખાસ ભેટ મળી છે, જેના દ્વારા તેની સફળતામાં વધુ એક છોગુ ઉમેરાયું છે.

સોનૂ સૂદને સ્પેશિયલ ઓલ્મપિક મૂલમેન્ટનો બ્રાન્ડ એમ્બ્સેડર બનાવામાં આવ્યો છે. આવતા વરસે વિશેષ ઓલમ્પિક વિશ્વ સીતકાલીન મતોમાં ભારતના દળનો તે હિસ્સો હશે.આ જાણકારી સોનૂએ પોતે વચ્યુઅલ વાતચીતમાં આપી હતી.

સોનએ કહ્યું હતું કે, મારો આજનો દિવસ મારા માટે બહુ જ સારા સમાચાર અને સમ્માન લઇને આવ્યો છે. આજથી હું વિશેષ ઓલમ્પિક યાત્રામાં ભારત સાથે જોડાયો છું જેનો મને બહુ આનંદ અને ગર્વ છે. મને મળેલા આ કામ અને સમ્માનને લીધે હું સ્વયંને ભાગ્યશાળી માની રહ્યો છું. હું આ મંચને આગળ વધારવા માટે અને પૂરા દેશવાસીઓ સાથે પ્રતિનિધિત્વ કરવાનું વચન આપું છું.

રમતવીરો સાથેની વાતચીત દરમિયાન સોનૂએ તેમની સફળતાની પ્રશંસા કરી હતી અને દરેક પ્રશ્રનો ઉતત્ર બહુ જ સમજીને સરસ રીતે આપ્યો હતો. તેણે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, વિશેષ ઓલ્મપિક શીતકાલીન ખેલ માટે રશિયામાં અમારી ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મેળવીને સમ્માનિત અનુભવી રહ્યો છું. આપણા રમતવીરો સૌથી સારું પરિણામ આપે એ માટે હું તેમને પ્રોત્સાહિત કરીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments