સોનુ સૂદનો ખુલાસો- દસ વર્ષ પહેલાં મળી હતી પોલિટિક્સમાં આવવાની ઓફર પણ હજુ એ સપના બાકી છે

0
7

સોનુ સૂદ, પ્રવાસીઓના મસીહા તરીકે જ્યારથી કામ કરી રહ્યો છે. ત્યારથી લોકો તેની રાજકારણની એન્ટ્રી બાબતે અંદાજો લગાવી રહ્યા છે. જોકે સોનુએ અત્યારસુધી આ બધી વાતોને નકારી દીધી છે. પણ તેણે એક વાતનો ખુલાસો કર્યો કે તેને દસ વર્ષ પહેલાં પોલિટિક્સમાં આવવાની ઓફર મળી ચૂકી છે.

5-10 વર્ષ પછી પણ રાજકારણમાં એન્ટ્રી સંભવ છે

સોનુએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક એક્ટર તરીકે હજુ મારે લાંબો સફર કરવાનો છે. તે સપના સાથે, જેને હું લઈને આવ્યો હતો, તે હજુ પૂરા નથી થયા. મને લાગે છે કે તેને પૂરા કરવા મારી પ્રાથમિકતા છે. રાજનીતિમાં જવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો, કોઈ કાળ નિશ્ચિત નથી હોતો. 5 કે 10 વર્ષ પછી પણ તેને જોઈન કરી શકીએ છીએ. મને 10 વર્ષ પહેલાં ઓફર મળી હતી. હજુ પણ મળી રહી છે, પણ મને કોઈ રસ નથી.

જવાબદારી મળી તો મદદ નહીં કરી શકું- સોનુ

સોનુએ આગળ કહ્યું, હું વિચારું છું કે મારે એ જ વસ્તુ કરવી જોઈએ, જેમાં હું એક્સપર્ટ છું અને તેની સાથે ન્યાય કરી શકું છું. જો મને કોઈ જવાબદારી આપવામાં આવે છે તો હું ગામડા અને શહેરમાં લોકોની મદદ કરવા નહીં જઈ શકું. તે સૌથી જરૂરી છે. તો જ્યારે હું તેમનો એક હિસ્સો બની શકું છું, તેમની સાથે રહીને તેમની સેવા કરી શકું છું તો તેના વિશે વિચારીશ. હાલ એક એક્ટર તરીકે ઘણું બધું કરવાનું બાકી છે. ઘણું બધું અચીવ કરવાનું બાકી છે. બાકી વસ્તુઓ માટે સમય છે.

સોનુએ બિગ બીને આપી પોતાની બુક

હાલમાં જ સોનુ સૂદ KBCના સેટ પર પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની બુક ‘આઈ એમ નો મસીહા’ અમિતાભને ગિફ્ટ કરી. સોશિયલ મીડિયા પર આ પળને શેર કરીને સોનુએ લખ્યું, નવા વર્ષની સુંદર શરૂઆત થઇ છે. હું અહીંયા દેશના સૌથી લોકપ્રિય વ્યક્તિ સાથે છું. અમિત જી, અમને મળો આજે રાત્રે 9 વાગ્યે, KBC પર જ્યાં મારી બુક ‘આઈ એમ નો મસીહા’નું અનાવરણ થશે. આખી દુનિયાના બધા લોકોને સારી શરૂઆત. જે સારું લાગે તેને કરતા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here