રાજકોટ : એક સપ્તાહ બંધ રહ્યા બાદ આજે સોની બજાર ખુલ્યું, વેપારીઓ સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે

0
2

સૌરાષ્ટ્રનું સૌથી મોટું સોની બજાર એક સપ્તાહ બંધ રહ્યાં બાદ આજથી ખુલ્લી ગયું છે. કોરોના સંક્રમણને લઈને વેપારીઓ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ આજથી સોની બજાર ખુલ્લી ગયું છે. ગોલ્ડ ડિલર એસોસિયેશન અને જેમ્સ એન્ડ જવેલરી એસોસિયેશન દ્વારા સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે કે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે.

50 દિવસમાં કુલ 40 સોનીનાં મોત થયા હતા

રાજકોટની સોની બજારમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ રોજ એક સોની અગ્રણીનું મોત નીપજી રહ્યું છે. રાજકોટ શહેરની સોની બજારમાં 35 સોની વેપારી અને તેના પરિવારજનો મળીને છેલ્લા 50 દિવસમાં કુલ 40 લોકોના મોત નીપજ્યાં છે. કોરોના પર કાબૂ મેળવવા સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. કોરોનાને કારણે ભાઈને ગુમાવનાર ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈએ શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનની માંગ કરી હતી.

સંક્રમણ વધવા પાછળ ગીચતા જવાબદાર રાજકોટની સોની બજારમાં 1500થી વધુ નાની-મોટી જ્વેલરી શોપ આવેલી છે. જેમાં 25 હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. પરંતુ મોટાભાગના કારીગરો લોકડાઉન બાદ પોતાના વતન જતા રહ્યા છે. તેમજ આખી બજાર સાંકડી શેરીઓમાં આવેલી છે. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું લગભગ અશક્ય બની જાય છે. મોટાભાગના વેપારીઓ નવા રાજકોટમાં રહેતા હોય છે. જે અહીંનું સંક્રમણ લઈને ઘરે જતા હોવાથી સમગ્ર શહેરમાં પણ સંક્રમણ વધવાનો સતત ભય રહે છે. લોકલ સંક્રમણ વધતું અટકાવવા માટે લોકડાઉન શ્રેષ્ઠ વિકલ્પ હોય સરકારે ત્વરિત લોકડાઉન જાહેર કરવું જરૂરી હોવાનો મત ભાયાભાઈએ વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here