લાખણી : ગોલવીમાં સોની પ્રીમિયર લીગ (SPL-4) ક્રિકેટ ટૂર્નામેન્ટ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

0
232

લાખણી:- દિયોદર તાલુકાના ગોલવી ગામે સમસ્ત મારવાડી સોની સમાજ દ્વારા સતત ચોથા વર્ષે સોની પ્રીમિયર લીગ (SPL-4) ક્રિકેટ ટુર્નામેન્ટ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત સોની સમાજ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ, વડોદરા, કળશ લુવાણા, નેનાવા, થરાદ, વડોદરા, દિયોદર અને ધરણીધર ઇલેવન એમ ટોટલ ૮ ટીમોએ ભાગ લીધો હતો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચ કળશ લુવાણા અને વડોદરા વચ્ચે જેમાં વડોદરા વિજય, બીજી મેચ થરાદ અને નેનાવા વચ્ચે જેમાં થરાદ વિજય, ત્રીજી મેચ અમદાવાદ અને ભડોદર જેમાં અમદાવાદ વિજય, ચોથી મેચ દિયોદર અને ધરણીધર ઇલેવન જેમાં ધરણીધર ઈલેવન વિજય થઇ હતી.

ત્યારબાદ સેમિફાઇનલની પ્રથમ મેચ અમદાવાદ અને વડોદરા વચ્ચે યોજાઈ હતી જેમાં અમદાવાદ વિજય થયું હતું અને બીજી સેમી ફાઇનલ થરાદ અને ધરણીધર ઇલેવન વચ્ચે જેમાં થરાદ વિજય થયું હતું. ત્યારબાદ ફાઇનલમાં થરાદ અને અમદાવાદ વચ્ચે જંગ ખેલાયો હતો. અમદાવાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૮૦ રન બનાવ્યા હતા.
૮૧ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી થરાદની ટીમની શરૂઆત જબરજસ્ત રહી હતી.

ટીમના ઓપનર લોકેશ સોની અને અનુજ સોની તેમજ વન ડાઉન બેટ્સમેન પ્રિન્સ સોની દ્વારા ધમાકેદાર બેટિંગ કરતાં થરાદને વિજયની નજીક લાવી દીધું હતું. અને ૨ વિકેટના ભોગે ૭.૨ ઓવરમાં થરાદની ટીમે મેચ જીતી લીધી હતી. કનુ સોની દ્વારા વિજય છગ્ગો ફટકારી પોતાની ટીમને વિજય બનાવી હતી. થરાદ ટીમના પ્રિન્સ સોનીને ત્રણેય મેચમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિજેતા ટીમને ટ્રોફી અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. ક્રિકેટમાં ભાગ લીધેલ દરેક ટીમના ખેલાડીને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગોલવીમાં આયોજિત સોની પ્રીમિયર લીગ (SPL-4) ક્રિકેટ ટુર્નામેન્ટ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં આયોજકો દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોની સમાજના આગેવાનો, યુવાઓ, મહિલાઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ: મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here