બિહાર ચૂંટણીના પરિણામ : રૂઝાનના 1 કલાકમાં તેજસ્વીની સરકાર બની પછી તરત નીતિશની સરકાર બની, કસોકસ હરિફાઈ વચ્ચે NDA 123- મહાગઠબંધન 112

0
5

બિહાર ચૂંટણીના રુઝાનમાં એક કલાકમાં બે સરકાર બનતી જોવા મળી રહી છે. સવારે 9 વાગે મહાગઠબંધનનેન120 સીટો મળી ચૂકી હતી અને NDA 90+ સીટ પર હતી. 10 વાગતા વાગતા તસવીર બદલાઈ ગઈ. NDA વધીને 123 પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને 112 પર આવી ગઈ છે.

ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે.

અપડેટ્સ

  • લાલુ યાદવના બંને દીકરા તેજસ્વી અને તેજ પ્રતાપ બંન્ને આગળ.
  • મધેપુરાથી ઉમેદવાર પપ્પૂ યાદવ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે.
  • બિહારીગંજ સીટથી શરદ યાદવની દીકરી સુભાષિની બીજા નંબરે ચાલી રહ્યા છે. અહીંથી જેડીયુના નિરંજન મેહતા આગળ છે.
  • બાંકીપુરથી શત્રુઘ્ન સિન્હાના દીકરા લવ આગળ ચાલી રહ્યા છે.
  • LJP 7 સીટથી આગળ છે.

5 હોટ સીટ

સીટ કોના-કોના વચ્ચે રુઝાનમાં સ્થિતિ
રાધોપુર તેજસ્વી યાદવ(RJD) Vs સતીશ યાદવ(ભાજપ) તેજસ્વી આગળ
હસનપુર તેજ પ્રતાપ યાદવ(RJD) Vs રાજકુમાર રાય(JDU) તેજપ્રતાપ આગળ
બાંકીપુર લવ સિન્હા(કોંગ્રેસ) Vs પુષ્મ પ્રિયા ચૌધરી(પ્લૂરલ્સ) Vs નીતિન નવીન (ભાજપ) લવસિન્હા આગળ
ઝમામગંજ જીતનરામ માંઝી(હમ) Vs ઉદય નારાયણ ચૌધરી(RJD) માંઝી આગળ
પરસા ચંદ્રિકાય રાય(JDU) Vs છોટેલાલ રાય(RJD) ચંદ્રિકાય રાય પાછળ

 

ચૂંટણી પ્રચારના 4 મુખ્ય ચહેરાઓ

નીતિશ કુમારઃ પોતે ચૂંટણી મેદાનમાં તો ન હતા, પણ JDUનો સૌથી મોટો ચહેરો નીતિશ જ હતા. તેમણે 103 વિસ્તારોમાં 113 ચૂંટણી રેલીઓ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ મોદીકાળની આ પહેલી ચૂંટણી હતી. મોદી જ પ્રચારનો મુખ્ય ચહેરો રહ્યાં. તેમણે પ્રચાર દરમિયાન બિહારમાં 12 રેલીઓ કરી.

તેજસ્વી યાદવઃ મહાગઠબંધનના સીએમ ઉમેદવાર પણ છે. તેજસ્વીએ 21 દિવસમાં 251 ચૂંટણી સભાઓ કરી. એટલે કે દર દિવસે સરેરાશ 12 રેલીઓ. 4 રોડ શો પણ કર્યા.

રાહુલ ગાંધીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાના કારણે પ્રચારથી દૂર રહ્યાં. રાહુલની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા પણ ક્યાંય જોવા ન મળ્યા. કોંગ્રેસ માટે રાહુલે જ પ્રચારનો મોરચો સંભાળ્યો. તેમણે કુલ 8 રેલીઓ કરી.

2019 લોકસભા ચૂંટણીમાં 223 વિધાનસભા બેઠકો પર NDA આગળ હતી

2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બિહારની 40માંથી 39 બેઠકો NDAને મળી હતી. માત્ર એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જીત્યો હતો. લોકસભાના પરિણામો જો વિધાનસભા ક્ષેત્રના હિસાબથી જોવામાં આવે તો NDA 223 બેઠકો પર આગળ હતી. જેમાંથી 96 બેઠકો પર ભાજપ તો 92 બેઠકો પર JDU આગળ હતી. LJP 35 બેઠકો પર આગળ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here