Sunday, May 18, 2025
HomeNATIONALNATIONAL: જલ્દી જ મળશે ગરમીથી છૂટકારો, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

NATIONAL: જલ્દી જ મળશે ગરમીથી છૂટકારો, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

- Advertisement -

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ધીરે ધીરે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે મંગળવારે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જે મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થશે. ત્યારે આવો જાણીએ આગામી દિવસોમાં કયા રાજ્યને ગરમીથી રાહત મળશે.

IMDના વરિષ્ઠ હવામાનશાસ્ત્રી ડૉ. સોમા સેન રોયે કહ્યું કે ચોમાસું સમય કરતાં પહેલાં આવી ગયું છે. જેના કારણે છેલ્લા 2-3 દિવસમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. હાલમાં એવી ધારણા છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોંકણ અને કોસ્ટલ કર્ણાટકમાં વરસાદ પડી રહ્યો છે. ઉપરાંત, ઉત્તરીય આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 7 દિવસ દરમિયાન દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડશે. આમાંના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે કહ્યું કે 10 થી 14 જૂનની વચ્ચે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 10, 13 અને 14 જૂને વરસાદ પડી શકે છે. આસામ, મેઘાલય, બંગાળ અને સિક્કિમમાં 11 થી 14 જૂન અને અરુણાચલ પ્રદેશમાં 13 અને 14 જૂને ભારે વરસાદની સંભાવના છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular