શાળાઓ માટે SOP જાહેર:બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં, વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થ અને ઈમોશનલ સેફ્ટી પર ધ્યાન આપવું પડશે, ફંક્શન-ઈવેન્ટ્સ ટાળવા પડશે

0
0

સીએન 24,સમાચાર

કેન્દ્ર સરકારે શાળાઓ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) સોમવારી જાહેર કરી દીધી છે. SOP પ્રમાણે બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં. વિદ્યાર્થીઓના મેન્ડલ હેલ્થ અને ઈમોશનલ સેફ્ટી પર પણ ધ્યાન આપવુ પડશે. કેમ્પસમાં ઈમર્જન્સી કેર ટીમ બનાવવી પડશે. માતાપિતાની સહમતિથી જ બાળકોને શાળાઓ બોલાવી શકાશે.

SOP બે ભાગમાં છે. પહેલો ભાગ શાળા ખોલતી વખતે બાળકોની હેલ્થ સેફ્ટીને લગતો છે. આ અંગે SOP કહે છે…

 • શાળા કેમ્પસના તમામ એરિયા, ફર્નીચર, ઈક્વિપમેન્ટ, સ્ટેશનરી, સ્ટોરેજ પ્લેસ, વોટર ટેન્ક, કિચન, વોશરૂમ, લેબ, લાઈબ્રેરીની સતત સાફ-સફાઈ થાય તથા આ જગ્યાઓને ડિસઈન્ફેક્ટ કરવામાં આવે.
 • શાળાને ઈમર્જન્સી કેર સપોર્ટ ટીમ અથવા રિસ્પોન્સ ટીમ, જનરલ સપોર્ટ ટીમ, કમોડિટી સપોર્ટ ટીમ, હાઈજીન ઈસ્પેક્શન ટીમ બનાવવી પડશે તથા તે અંતર્ગત જવાબદારી વહેચવાની રહેશે
 • રાજ્યઓ તરફથી જારી ગાઈડલાઈનના આધાર પર શાળા પોતાની SOP તૈયાર કરે,જેથી બાળકોની બાબતમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા હેલ્થ સેફ્ટીનું પાલન થઈ શકે. આ અંગે નોટિસ, પોસ્ટર, મેસેજ લગાવવામાં આવે તથા માતાપિતાને પણ મુખ્યત્વે કમ્યુનિકેટ કરવામાં આવે.
 • સિટિંગ પ્લાન તૈયાર કરતી વખતે સોશિયલ/ફિઝિકલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવે. ફંક્શન્સ અને ઈવેન્ટ્સને ટાળવામાં આવે. તમામ વિદ્યાર્થીઓની એક સમયે જ એન્ટ્રી-એક્ઝામ ન થાય, આ માટે અલગ-અલગ ટાઈમ ટેબલ રાખવામાં આવે.
 • તમામ બાળકો અને સ્ટાફ ફેસ કવર અથવા માસ્ક પહેરીને જ શાળાએ આવે. તેને શાળાના સમય દરમિયાન પહેરેલા જ રાખવામાં આવે.
 • સેફ્ટી પ્રોટોકોલ, સોશિયલ ડિસ્ટન્સિંગને લગતી સાઈનેઝ અને માર્કિંગ્સ લગાવવામાં આવે. બાળકો માતાપિતાની લેખિત મંજૂરી બાદ જ શાળાએ આવે. જો માતાપિતા ઈચ્છે કે તેમનું બાળક ઘરેથી જ અભ્યાસ કરે તો તેની મંજૂરી આપવામાં આવે.
 • તમામ ક્લાસ માટે એકેડમિક કેલેન્ડરમાં ફેરફાર કરવામાં આવે. ખાસ કરીને બ્રેક્સ અને એક્ઝામ્સ અંગે ફરી વિચારણા કરવામાં આવે.
 • શાળા ફરી ખોલતા પહેલા એ જોવામાં આવે કે તમામ બાળકો પાસે આવશ્યક ટેક્સ્ટબુક ઉપલબ્ધ છે
 • શાળામાં હેલ્થ કેર એટેન્ડન્ટ, નર્સ, ડોક્ટર, કાઉન્સલર ઉપલબ્ધ હોય અથવા નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બને, જેથી બાળકોની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પ્રત્યે ધ્યાન આપી શકાય.
 • શાળાના બાળકો અને શિક્ષકો માટે નિયમિત હેલ્થ ચેકઅપની વ્યવસ્થા પણ કરાવી શકાય છે
 • બાળકો, માતાપિતા અને શિક્ષકોના હેલ્થ સ્ટેટ્સ અંગે માહિતી મેળવતા રહો.
 • જ્યારે બાળકો અને સ્ટાફ બીમાર હોય તો તે ઘરેથી અભ્યાસ અથવા કામ કરી શકે છે, આ માટે ફ્લેક્સિબલ એટેન્ડેન્સ અને સિક લીવ પોલિસી બનાવવી

SOPનો બીજો હિસ્સો સોશિયલ ડિસ્ટન્સિંગ અને એકેડમિક પાસાને લગતી છે….

 • લર્નિંગ આઉટકમનું ધ્યાન રાખતા કોમ્પ્રિહેન્સિવ અને અલ્ટરનેટિવ કેલેન્ડર બનાવવામાં આવે
 • નવી સ્થિતિને જોતા એકેડમિક કેલેન્ડર પર ફરીથી કામ કરવામાં આવી શકે છે.
 • શાળા ખોલ્યા બાદ બાળકો એકજૂટ રહે, તેની ઉપર શાળાએ ધ્યાન આપવાનું રહેશે.
 • ટીચર્સે બાળકો સાથે તેમના કરિક્યુલમની રૂપરેખા અને મોડ ઓફ લર્નિંગ પર વાત કરવી જોઈએ. તેમા ફેસ ટુ ફેસ ઈન્સ્ટ્રક્શન, ઈન્ડિવિજ્યુઅલ અસાઈનમેન્ટ્સ, ગ્રુપ બેસ્ઝ પ્રોડક્ટ અને ગ્રુપ પ્રેઝન્ટેશનનો ઉલ્લેખ સામેલ હોય.
 • સ્કૂલ બેઝ અસાઈનમેન્ટ કઈ તારીખો પર હશે, તે અંગે પણ બાળકો સાથે વાતચીત કરો.
 • વર્કબુક, વર્કશીટ્સ, ટેકનોલોજી બેઝ રિસોર્સિસના ઉપયોગ જેવા કે અભ્યાસની વિવિધ પદ્ધતિઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય.
 • શાળાએ ધ્યાન આપે કે લોકડાઉન સમયે ઘરે બેઠા અભ્યાસ કરનારા બાળકો સરળતાથી ફોર્મલ સ્કૂલિંગ પર પરત ફરે.આ માટે શાળાઓ તેમના કેલેન્ડર અને એન્યુઅલ કરિક્યુલમ પ્લાન પર ફરી વખત વિચાર કરે. જે માટે સ્કલ રેમેડિયન ક્લાસિસ શરૂ કરી શકે છે અથવા બેક ટુ સ્કૂલ કેમ્પસ ચલાવી શકે છે.
 • ટીચર્સ, શાળા કાઉન્સલર્સ અને શાળા હેલ્થ વર્કર્સ એકજૂટ થઈ વિદ્યાર્થીઓની ઈમોશનલ સેફ્ટી પર ધ્યાન આપે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે ગૃહમંત્રાલયે રાજ્યોને આ છૂટ આપી છે કે જેથી તેઓ સ્થિતિને જોતા અને માતાપિતાની મંજૂરીથી શાળા ખોલી શકે છે. કોઈ પણ બાળકને બળજબરીપૂર્વક બોલાવી શકાશે નહીં.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here