સાઉન્ડિંગ રોકેટ આરએચ-560નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કરવામાં આવ્યું

0
4

ઈસરોએ શનિવારે જાહેર કર્યું હતું કે શુક્રવારે સાઉન્ડિંગ રોકેટ આરએચ-560નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. સાઉન્ડિંગ રોકેટ એ અન્ય ઉપગ્રહની માફક આકાશમાં ઉપગ્રહ કે સ્પેસક્રાફ્ટ નથી લૉન્ચ કરતું. પરંતુ હવામાનનો અભ્યાસ કરવા ઉપલા વાતાવરણમાં ઉપકરણો લઈને જાય તેને સાઉન્ડિંગ રોકેટ કહેવામાં આવે છે.

ઈસરોએ જ્યારે 1963માં રોકેટ લૉન્ચિંગની શરૂઆત કરી ત્યારે પ્રથમ લૉન્ચિંગ સાઉન્ડિંગ રોકેટનું જ કર્યું હતું. સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓ વધુ આવે એ માટે સરકાર સક્રિય થઈ છે. સાથે સાથે સરકારી કંપની ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ)ની પણ સ્થાપના કરાઈ છે.

એનએસઆઈએલે કહ્યું હતું કે કંપની પોલાર સેટેલાઈટ લૉન્ચ વ્હિકલ પ્રકારનું રોકેટ તૈયાર કરવા માંગે છે. એ માટે દર વર્ષે 2 હજાર કરોડ રોકશે. પાંચ વર્ષમાં કુલ દસ હજાર કરોડ રોકવાનું કંપનીનું આયોજન છે. એ માટે કંપની અને ઈસરો વચ્ચે કરાર થયા છે. ઈસરોએ શરૂઆતમાં રોકેટ તૈયાર કર્યા તેને રોહિણી નામ અપાયું હતું.

આ રોકેટ પણ રોહિણી સિરિઝનું જ છે અને નામ સાથેનો આંકડો તેના ડાયામિટરનો છે. અગાઉ આરએચ-200, આરએચ-300 વગેરે રોકેટ લૉન્ચ કરાયા છે. અત્યારે લૉન્ચ કરેલું રોકેટ વાતાવરણમાં આવતા પરિવર્તનો અને બ્રહ્માંડના મહત્ત્વપૂર્ણ તત્ત્વ પ્લાઝમાનો અભ્યાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here