સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી અપાઈ રજા : એન્જીયોપ્લાસ્ટી બાદ ઘરે ફર્યા પરત.

0
7

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જોકે તેમણે આગામી કેટલાક દિવસો માટે ઘરે આરામ કરવો પડશે અને અનેક સ્વાસ્થ્ય નિયમોનું કડક પાલન કરવું પડશે.

ઘરે પાછા ફર્યા બાદ સૌરવને કોઈ કામનું દબાણ ન લેવાનું પણ કહેવામાં આવ્યું છે. આરોગ્યના તમામ મહત્વપૂર્ણ ધોરણો સ્થિર હોવાનું જાણવા મળતાં સૌરવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શનિવારે તેમના કુટુંબના તબીબ ડો.આફતાબ ખાનની દેખરેખ હેઠળ સૌરવ માટે જરૂરી તબીબી પરીક્ષણો કરાયા હતા. તે અહેવાલોના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે સૌરવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નોંધપાત્ર વાત એ છે કે ગુરુવારે સૌરવની એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. તેના હૃદયની ધમનીઓમાં વધુ બે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. અગાઉ, જાન્યુઆરી 2ના રોજ તેને હાર્ટ હાર્ટ એટેક આવ્યા બાદ તેની પહેલી એન્જીયોપ્લાસ્ટી થઈ હતી અને તે સમયે એક સ્ટેન્ટ લગાવવામાં આવ્યો હતો. સૌરવના હૃદયની ત્રણેય અવરોધિત ધમનીઓમાં હવે સ્ટેન્ટ્સ મૂકવામાં આવ્યા છે અને ડોકટરોના કહેવા મુજબ, તેને આ ક્ષણે હૃદય સંબંધિત કોઈ જોખમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here