સાઉથના સુપર સ્ટાર ચિરંજીવી સારજાનું નિધન, ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું

0
0

કન્નડ અભિનેતા ચિરંજીવી સરજાનું હાર્ટ એટેકને કારણે 39 વર્ષની વયે અવસાન થયું

કન્નડ ફિલ્મોના જાણીતા સુપરસ્ટાર ચિરંજીવી સરજાનું 39 વર્ષે નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચારથી કન્નડ ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

શનિવારના રોજ ચિરંજીવી સરજાને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે સાંજે તેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું છે.

ફિલ્મ નિષ્ણાંત રમેશ બાલાએ ચિરંજીવી સરજાના મોત અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ‘કન્નડ અભિનેતા ચિરંજીવી સરજાનું આજે હાર્ટ એટેકને કારણે 39 વર્ષની વયે અવસાન થયું છે.

ચિરંજીવી સારજાના નિધનથી ફિલ્મ જગતના તેમના ચાહકો અને સાથીદારો માટે મોટો આંચકો આવ્યો છે. આટલી નાની ઉંમરે અભિનેતાના અવસાનથી બધાને દુઃખ થયું છે. અને સોશ્યલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ચિરંજીવી સારજા અભિનેતા ધ્રુવ સારજાનો મોટા ભાઈ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્શન કિંગ અર્જુન સારજાનો ભત્રીજો હતો. તે કન્નડ સિનેમાના પીઢ અભિનેતા શક્તિ પ્રસાદનો પૌત્ર હતો.

ચિરંજીવી સરજાએ 2009માં આવેલી ફિલ્મ વાયુપુત્રથી અભિનયની શરૂઆત કરી હતી. તેણે 20થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here