સાઉથ અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું હાર્ટ એટેકથી નિધન.

0
6

સાઉથના ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. આંધ્રપ્રદેશના ગુંટુરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જયપ્રકાશ રેડ્ડી તેલુગુ ફિલ્મના દર્શકોમાં હાસ્ય અભિનેતા તરીકે ઓળખાય છે. તેમણે અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ પોતાની આગવી પ્રતિભા માટે જાણિતા હતા.

જયપ્રકાશ રેડ્ડીના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ ટોલીવુડ સહિત બોલીવુડમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. ટ્વિટર પર તેમના માટે શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ પણ તેમના મૃત્યુના સમાચાર મળ્યા પછી જયપ્રકાશ રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયપ્રકાશ હાર્ટ એટેકને કારણે તેમના બાથરૂમમાં પડી ગયા હતા. રેડ્ડી કુર્નૂલના અલ્લાગદ્દા ના રહેવાસી હતા. 1988થી જયપ્રકાશ રેડ્ડી દક્ષિણની ફિલ્મોમાં સક્રિય રહ્યા છે. તેમણે કરિયરમાં 100થી વધારે ફિલ્મો માં કામ કર્યું છે. બ્રહ્મપુત્રુ ફિલ્મથી તેમણે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને 1980ના દાયકાના અંતમાં ઘણી ફિલ્મોમાં નાના પાત્રોમાં અભિનય કર્યો. પરંતુ, તેમને બાલકૃષ્ણ સ્ટારર સમરસિમ્હા રેડ્ડી પાસેથી ઓળખ મળી હતી.

જયપ્રકાશ રેડ્ડીને તેલુગુ ફિલ્મોના દર્શકોમાં જેપી તરીકે જાણીતા હતા. એક કોમેડી અભિનેતા તેમજ તેમની સાથે જયમ માનડે રા અને ચેન્નકેસા રેડ્ડી જેવી ફિલ્મોમાં તે વિલનની ભૂમિકા માટે પણ જાણીતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here