Sunday, April 27, 2025
Homeદક્ષિણ આફ્રિકા : કેપટાઉનમાં 24 કલાકમાં સાત મહિલા સહિત 8 લોકોની...
Array

દક્ષિણ આફ્રિકા : કેપટાઉનમાં 24 કલાકમાં સાત મહિલા સહિત 8 લોકોની ગોળી મારીને હત્યા

- Advertisement -

કેપટાઉન: દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં 24  કલાકમાં આઠ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મરનારમાં 18 થી 26 વર્ષની છ મહિલાઓ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બે જૂથ વચ્ચેનું ગેંગવોર છે. હત્યારાઓના ઉદ્દેશ્યની અત્યાર સુધી જાણકારી મળી નથી. આ મામલે અત્યાર સુધી કોઇની ધરપકડ થઇ નથી.

છેલ્લા અમુક વર્ષોમાં ગેંગવોરની ઘણી ઘટનાઓ થઇ

પોલીસ પ્રવક્તા વેન વિકે કહ્યું કે 18 થી 26 વર્ષની છ મહિલાઓની શુક્રવારે રાત્રે પૂર્વી ફિલીપ્પી શહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. છેલ્લા અમુક વર્ષોથી અહીં ગેંગવોરની ઘણી ઘટનાઓ થઇ છે.

વેન વિકના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે હનોવેર પાર્ક પાસે એક 23 વર્ષીય યુવક અને 18 વર્ષની યુવતીને ગોળી મારી દેવાઇ હતી. આ બન્ને સવારે ફરવા માટે નિકળ્યાં હતાં. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેન વિક પ્રમાણે પોલીસે ડબલ મર્ડરનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. સ્થાનીય તંત્રએ સરકાર પાસેથી આર્મીની માંગ કરી છે.

તાજેતરમાં જ પોલીસ મંત્રી ભેકે સેલેએ કેપટાઉનની મુલાકાત લીધી  હતી. આ દરમિયાન તેમણે ગેંગવોરથી પીડિત સમુદાયને સંબોધન કર્યું હતું. પોલીસ પ્રમાણે આ  મુલાકાત બાદ હિંસાની ઘટનાઓ વધી છે.

પાછલા વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ ગુનાખોરીમાં સંકળાયેલી ગેંગથી નિપટવા માટે એક એંટી ગેંગ યુનિટ બનાવ્યું હતું. તેની કોઇ ખાસ અસર નથી દેખાતી. જોકે આ વર્ષે ગત વર્ષની શરૂઆતની સરખામણીમાં ઘટનાઓમાં થોડી કમી જોવા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular